Back

ડાંગ જિલ્લામાં 70.32% સૌથી વધુ મતદાન

ડાંગ જિલ્લામાં 70.32% સૌથી વધુ મતદાન

આજરોજ 6 વાગ્યા સુધીમા ડાંગ જિલ્લામા જિલ્લા પંચાયત માટે 69.24 ટકા અને 4 વાગ્યાના સમય પ્રમાણે તાલુકા પંચાયતો માટે સરેરાશ 65 ટકા મતદાન નોંધાવા પામ્યુ હતું. આજરોજ ડાંગ જિલ્લાની જાખના બેઠક ઉપર સૌથી વધુ મતદાન 78.91% નોંધાયું હતું. જિલ્લા પંચાયત ની 18 માંથી 16 બેઠકો ઉપર સરેરાશ 65% થી વધુ મતદાન નોંધાયું હતું. ડાંગ માં 2 જિલ્લા પંચાયત અને એક સુબિર તાલુકા પંચાયતની દહેર બેઠક બિનહરીફ થઈ હતી. 2015 માં ડાંગ જિલ્લા અને તાલુકા પંચાયત નું કુલ 71.46% મતદાન થયું હતું.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..