Back

ડાંગ તાલુકા /જિલ્લા પંચાયતના કુલ 156 ઉમેદવારોનુ ભાવી ઈવીએમમા શીલ

તાલુકા/જિલ્લા પંચાયતના કુલ 156 ઉમેદવારોનુ ભાવી ઈવીએમમા શીલ

આજે રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ જિલ્લા પંચાયતની 18 પૈકી 16 બેઠકો સહીત આહવા, વઘઈ તાલુકા પંચાયતોની સોળ સોળ બેઠકો, અને સુબીર તાલુકા પંચાયતની 16 પૈકી 15 બેઠકો મળી કુલ 63 બેઠકો માટે મતદાન યોજાયુ હતુ. જેમા ડાંગ જિલ્લા પંચાયતના 42 હરીફ ઉમેદવારો સહીત આહવા તાલુકા પંચાયતના 42, વઘઈ તાલુકા પંચાયતના 35, અને સુબીર તાલુકાના 37 ઉમેદવારો સહીત તાલુકા/જિલ્લા પંચાયતના કુલ 156 ઉમેદવારોનુ ભાવી ઈવીએમમા શીલ થવા પામ્યુ છે.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..