Back

ડાંગ જિલ્લાના 2 મતદાન મથકોનાં ઇવીએમ ખોટકાતા ચૂંટણી ઝોનલ અધિકારી દોડતા થયાં હતાં.

ગોટીયામાળ અને બરડપાણી બુથ ઉપર ઇવીએમ ખોટકાતા ચૂંટણી ઝોનલ અધિકારી દોડતા થયાં હતાં.

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ગોટીયામાળ અને બરડપાણી બુથ ઉપર સવારે 10 વાગ્યાની આસપાસ ઇવીએમ મશીન ખોટકાયુ હતુ. ડાંગ જિલ્લાની શામગહાન જિલ્લા સીટ અને માલેગામ તાલુકા સીટનાં આ બન્ને બુથો ઉપર કલાકો સુધી ઈ.વી.એમ.મશીન બંધ રહેતા ચૂંટણી ઝોનલ અધિકારીઓ દોડતા થયા હતા.આ બન્ને ઇવીએમ મશીન કલાકો સુધી બંધ રહેવાનાં કારણે મતદાન કરનાર લોકોની લાંબી લાઈનો લાગી હતી. સાથે અહી કલાકો સુધી ઈ.વી.એમ મશીન ખોટકાઈ જતા મતદાનનો સમય વધારી આપવા માટેની લોકોની માંગ ઉઠી હતી. આ બન્ને બુથો ઉપર ઈ.વી.એમ મશીન ખોટકાઈ જતા ઝોનલ અધિકારી સ્મિત ચૌધરીએ જિલ્લા ચૂંટણી શાખામાં જાણ કરી નવા ઈ.વી.એમ મશીન મંગાવી ફરીથી મોકપોલ કરી ચાલુ કરાવતા મતદારોએ રાહતનો શ્વાસ લીધો હતો.

તસ્વીર પ્રતિકાત્મક


આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..