Back

ચૂંટણી નિરીક્ષક ડૉ. એસ.જે.જોષીએ શહેર અને જિલ્લાના મતદાન મથકોની મુલાકાત લઇ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું

ચૂંટણી નિરીક્ષક ડૉ. એસ.જે.જોષીએ શહેર અને જિલ્લાના મતદાન મથકોની મુલાકાત લઇ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું


રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લામાં આજે જિલ્લા પંચાયત તથા નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા, સાગબારા તાલુકા પંચાયત તેમજ રાજપીપલા નગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ ના મતદાનના દિવસે કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા મુજબ થર્મલગન, માસ્ક, હેન્ડગ્લોઝ અને સેનીટાઇઝર સહિતની વ્યવસ્થા સાથે આજે નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે ૬૩૪ મતદાન મથકોએ મતદાન યોજાયું હતું.

રાજ્ય ચૂંટણી આયોગના ચૂંટણી નિરીક્ષક ડૉ.એસ.જે.જોષીએ રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં સરકારી હાઇસ્કુલ ખાતે તેમજ નાંદોદ તાલુકાના આંબલી, દેડીયાપાડા તાલુકાના ચીકદા, ટીમ્બાપાડા તેમજ સાગબારા તાલુકાના ગંગાપુર, દુધલીવેર, ચોપડવાવ, સેલંબા અને ગોટપાડા ખાતેના મતદાન કેન્દ્રોની મુલાકાત લઇ જે તે મતદાન મથકોએ થઇ રહેલી મતદાન કામગીરીનું નિરીક્ષણ કરવા ઉપરાંત મતદાન પ્રક્રિયા સંબંધી પૃચ્છા સાથે જરૂરી જાણકારી મેળવી હતી.

ચૂંટણી નિરીક્ષક ડૉ.જોષીએ બપોરબાદ ગરૂડેશ્વર તાલુકાના આમદલા ગામની પ્રાથમિક શાળા, કેવડીયા કોલોનીની પ્રાથમિક શાળા તેમજ તિલકવાડા તાલુકાના દેવલીયા ગામની પ્રાથમિક શાળા તદ્ઉપરાંત નાંદોદ તાલુકાના વાવડી ગામની પ્રાથમિક શાળા અને રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં ટેકરા ફળીયા પ્રાથમિક શાળા, રાજેન્દ્ર હાઇસ્કુલ, ટ્રાયબલ સબપ્લાન કચેરી તથા પંચવટી સોસાયટી પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકોની પણ મુલાકાત લીધી હતી

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..