Back

કડીમાં જિલ્લાપંચાયત, તાલુકા પંચાયત,નગરપાલિકા, ની સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીના ઉમદેવારો નું ભાવિ EVMમાં સીલ કરાયાં

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં, તાલુકા પંચાયત માં સરેરાશ 69.44% અને કડી નગરપાલિકાની ચુંટણી માં સરેરાશ 49.27% મતદાન થયુ સ્થાનિક સ્વરાજ્ય ની  ચૂંટણી માટે આજે સવારથી લોખડી સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું છે અને મતદારો મતદાનની પવિત્ર ફરજ નિભાવીને લોકશાહીનું પર્વ ઉજવી રહ્યા છે.  ત્યારે કડીમાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ને લઈ ને આજ રોજ મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે કડી નગરપાલિકા ના વિસ્તારમાં આવેલ વોર્ડ નં-4 માં કડી નગરપાલિકા ના જનસુવિધા કેન્દ્ર ખાતે  ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને તેમના પરિવાર સાથે મતદાન કરવામાં આવ્યું. લોકશાહીમાં અતૂટ વિશ્વાસ હોવાથી તેઓ મતદાન મથકે પહોચ્યા હતા અને મતદાનની પવિત્ર ફરજ નિભાવીને તમામ  મતદારોને  પોતાનું મતદાન કરવું જોઈએ તેવું પ્રેરણાબળ પૂરું પાડ્યું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજ રોજ સવારે કડીના મતદાન મથકો પર મતદારોની કતારો તો અમુક મથકો સુમસામ આજે જોવા મળ્યા હતાં.

કડીમાં આવેલ સી.એન કોલેજ  ખાતે સવારે મતદારોની લાંબી કતાર લાગી હતી. વયોવૃદ્ધ, અશક્ત મતદારો પણ મતદાન કરવા હાજર રહ્યા હતા. ત્યારે પોલીસ તંત્ર  દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શાંતિપુર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું હતી.ત્યારે આ ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે  ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અને દરેક મતદાન મથકો પર સૅનેટાઇઝર, થર્મલ ગન, માસ્કની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી. તમામ મતદારોની શારીરિક ચકાસણી કરાયા બાદ જ મતદાન માટે જવા દેવામાં આવતા હતાં.

જૈમિન સથવારા - કડી 

કડી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..