Back

અરવલ્લીમાં ઉજવાયું મતદાનનું મહાપર્વ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં સરેરાશ ૬૮.૧૮ ટકા મતદાન

અહેવાલ: ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

અરવલ્લી  જિલ્લા/તાલુકા પંચાયતના ૭,૩૫,૯૬૨ મતદારો પૈકી ૫,૦૧,૭૮૬  મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો

મોડાસા નગરપાલિકામાં ૬૨.૭૦ ટકા અને બાયડ નગરપાલિકામાં ૭૭.૮૯ ટકા મતદાન


       લોકશાહીના મહાપર્વમાં અરવલ્લી વાસીઓ ઉત્સાહભેર જોડાઇને સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીમાં વિક્રમી ૬૮.૧૮ ટકા મતદાન કર્યુ હતું. અરવલ્લીમાં જિલ્લા પંચાયતની ૩૦  અને તાલુકા પંચાયતની ૧૨૮  બેઠકો માટે ૯૯૭  મતદાન મથકો જયારે મોડાસા નગરપાલિકાના ૯ વોર્ડ તથા બાયડ નગરપાલિકાના ૬ વોર્ડની માટે ૮૩ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. જેમાં જિલ્લા/તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ૭,૩૫,૯૬૨ મતદારો પૈકી ૫,૦૧,૭૮૬ મતદાન કર્યુ હતું. જયારે મોડાસા અને બાયડ  નગરપાલિકામાં નોંધાયેલ ૬૯૩૬૭  મતદાર પૈકી ૪૫૭૦૭  મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..