Back

બાયડના વાત્સલ્ય હોસ્પિટલના ર્ડા મયુરભાઈ શાહ અને પ્રેનાબેન શાહનો કડજોડરા પાસે અકસ્માત થતા અકાળે મોત થતાં તબીબી આલમમાં સન્નાટો થયો

અહેવાલ: ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી 

 અરવલ્લી જિલ્લાના બાયડ દહેગામ રોડ પર કડજોડરા પાસે કાર અને ડમ્પર સાથે પુર ઝડપે એકસીડન્ટ થતાં ક્રેટા કાર ભડભડ સળગી ઉઠી હતી બાયડના વાત્સલ્ય હોસ્પિટલના જાણીતા તબીબ ડો મયુર મુકુન્દભાઇ શાહ અને તેમના ધર્મપત્ની પ્રેનાબેન શાહ આગમાં ભડથુ થતાં  રોડ પર ભારે અગ્નિ હોનારત બની હતી ક્રેટા કારમાં ડૉ તબીબો સહિત ચાર વ્યક્તિઓ કારમાં બળીને ખાખ થયા હતાં ડપ્પર ચાલક ઝાડ સાથે અથડાવી નાસી છુટ્યો હતો આગમાં ભડથુ થયેલા હજી બે વ્યક્તિઓ ના નામો હજી સુધી સ્પષ્ટ થયા નથી અરવલ્લી અકસ્માત ગોઝારી ધટનાથી બાયડ તથા અરવલ્લી જીલ્લામાં તબીબ આલમ સ્તબ્ધ બન્યા હતા 


મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..