Back

ગોધરા: મતદાન પુર્ણ થયા બાદ બે જુથો વચ્ચે મારામારી,એક ઇસમને ઇજા,પોલીસે ઘટના સ્થળે પહોચીને મામલો થાળે પાડ્યો.

પંચમહાલ.

રિપોર્ટર. કાદિરદાઢી


પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા ચુટણીને લઈને બે જુથો વચ્ચે મારામારીની ઘટના બની હતી.ચુટણીની અદાવતને લઈને આ બનાવ બન્યો હોવાનુ પ્રાથમિક માહીતીમાં જાણવા મળ્યુ છે.આ મારામારીમા એક ઈસમને ઇજા થઈ હોવાનુ જાણવા મળ્યુ છે.

ગોધરા શહેરમાં આજે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે નગરપાલિકાની ચુટણીનુ મતદાન યોજાયુ હતુ.પરંતુ ચુટણીનુ મતદાન પત્યા બાદ બે જુથો વચ્ચે બબાલ થઈ હતી.ચૂંટણી અદાવતને લઇ બે જૂથ વચ્ચે મારામારી થતા એક વ્યક્તિને માથાના ભાગે ઇજા પહોચી હતી.પોલન બજાર ચોકી નંબર ૭ નજીકમાં બનાવ બન્યો છે.ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.

બનાવની જાણ થતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ  પોલીસ કાફલા  સાથે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..