Back

મોરબી :મતદારોનો તેમજ સફળતાપૂર્વક ચૂંટણી પાર પાડવા બદલવહીવટી તંત્રનો આભાર માનતા ધારાસભ્ય મેરજા

મોરબી – માળીયા (મીં) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ લોકશાહીમાં ચૂંટણીને પર્વ સમજીને મતદાન કરવા મતદારોને કરેલ અપીલના હકારાત્મક પ્રતિસાદરૂપે મતદારોએ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ઉત્સાહભેર મતદાન કર્યું છે તે આવકાર્ય છે. સાથોસાથ રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટી તંત્રએ નિષ્પક્ષ ચૂંટણી સંપન્ન કરવા ઉઠાવેલ જહેમત અને સાંપડેલ સફળતા બદલ જિલ્લા વહીવટી તંત્રને પણ અભિનંદન આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે મતદાનના દિવસે મોરબી – માળીયા (મીં) વિધાનસભાના જુદા – જુદા ૩૫ જેટલા મતદાન મથકોની ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આચાર સંહિતાની અદબ જાળવીને ત્યાં ઉપસ્થિત ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહેલ મહેનતને બિરદાવી હતી. સાથોસાથ વધુને વધુ મતદાન ભારતીય જનતા પક્ષની તરફેણમાં થાય તેમ કરવા કાર્યકરોને ખાસ પ્રેરણા આપી હતી. આમ ચૂંટણીનાં દિવસ દરમિયાન શ્રી બ્રિજેશ મેરજા સતત વ્યસ્ત રહીને કાર્યકરોની પડખે ઊભા રહ્યા હતા તેમજ કાર્યકરોની સખત મહેનતને જોતાં તેમજ મતદાનની ઊંચી ટકાવારીને લીધે અને મતદારોમાં જણાતો ઉત્સાહ અવશ્ય ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને વિજેતા બનાવશે તેવો દ્રઢ વિશ્વાશ વ્યક્ત કર્યો છે. 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..