Back

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો આજે જન્મદિવસ ઠેર ઠેરથી અભિનંદનની વૃષ્ટિ

            મોરબી પંથકમાં જાહેર જીવનમાં અલગ જ ભાત ઉપસાવી હંમેશ લોકો માટે પરમાર્થે કામ કરી રહેલા જાહેર જીવનમાં અણીશુધ્ધતા અને સિધ્ધાંતોની જાળવણીનો આગ્રહ રાખનાર મોરબી – માળીયા (મીં) વિસ્તારના હોનહાર ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો આજે જન્મ દિવસ છે. તેમના બહોળા ચાહક વર્ગ દ્વારા તેમની જન્મદિવસની શુભકામનાઓની વૃષ્ટિ થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે મોરબી પંથકના ચમનપર જેવા એક નાનકડા ગામે તા. ૦૧-૦૩-૧૯૫૮ ના રોજ જન્મેલ બ્રિજેશ મેરજા અભ્યાસમાં આપબળે આગળ વધી વહીવટી તંત્રમાં ઉચ્ચ દરજ્જાની પોસ્ટ હાંસલ કરી ચૂક્યા છે.

સચિવાલયમાં તેમની ૨૫ વર્ષની સુદીર્ઘ ઉચ્ચ અધિકારી તરીકેની કામગીરીનો અનુભવ, આવડત, અધિકારીઓ સાથેના સંપર્કો અને વિવિધ રાજકીય આગેવાનો સાથેના સંબધોનો લાભ મોરબી – માળીયા (મીં) ની પ્રજાને વધુને વધુ મળે તે માટે જહેમત ઉઠાવી રહ્યા છે. તાજેતરમાં જ મોરબી – માળીયા (મીં) ની પેટા ચુંટણીમાં વિજેતા બન્યા એ તેમની નીષ્ઠા અને લોકો માટે સતત કાર્ય કરતાં રહેવાની વૃતિને આભારી છે. વિજેતા બન્યાના માત્ર ત્રણ માસના ટૂંકા ગાળામાંજ પોતાના મતદાર વિસ્તારનો ઘનિષ્ઠ લોક સંપર્ક સતત કેળવીને ગુજરાત સરકાર માંથી રૂ. ૧૫૦ કરોડના રસ્તા, સિંચાઇ, પાણી અને ઉર્જાને લગતા કામો મંજૂર કરાવામાં તેમને સફળતા મળી છે. પોતે પોતાના સાલસ સ્વભાવ, નિરાભિમાણીપણું અને સિધ્ધાંતો સભર જાહેર જીવનને લીધે તેઓ વધુ પારદર્શી બનીને વધુને વધુ લોક ચાહના મેળવી રહ્યા છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..