Back

જસદણ તાલુકાના પોષણ અભિયાન કાર્યક્રમ મા કૌભાંડ નો માસ્ટર માઇન્ડ કોણ?

લો બોલો જસદણ પોષણ અભિયાન કાર્યક્રમ ના આયોજક એક શિક્ષક કોન્ટ્રાક્ટર! સરકારી પગાર લેતા હોય એ કેવી રીતે આવુ કરી શકે? 

રાજકોટ જિલ્લામાં આઇ. સી. ડી. એસ. વિભાગ મા પોષણ અભિયાન કાર્યક્રમ 2020 મા થયેલ આયોજન મા હાલ જસદણ તાલુકા મા લોકો માટે ચર્ચા નો વિષય બની ગયો છે. 

કારણ કે તેજ તાલુકા ના એક શીક્ષક ને પોષણ અભિયાન કાર્યક્રમ નો કોન્ટ્રાક્ટર તરીકે કામ આપવા મા આવ્યું હતુ અને હાલ તેમા ખુબ મોટો પાયે ભ્રષ્ટાચાર થયેલ હોય તેની ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લેખિત ફરિયાદ પણ થયેલ છે. 

જે શીક્ષકે  પોષણ અભિયાન કાર્યક્રમ નો કોન્ટ્રાક્ટ રાખેલ હતો તેને એક સોગંદનામું પણ કરેલ છે અને સોગંદનામા જણાવેલ છે કે ભવિષ્યમાં કોઈ તપાસ કે ઓડિટ આવશે તો જવાબદારી પોતાની રહેશે હાલ જયારે ફરિયાદો ઉઠી છે ત્યારે સાબિતી કરતી બાબત હોય ત્યારે આ પોષણ અભિયાન કાર્યક્રમ મા ઈન્ચાર્જ સી. ડી. પી. ઓ કોની પાસે મંજૂરી મેળવી ને કાર્યક્રમ નો કોન્ટ્રાક્ટ આપેલ હશે?

શુ શીક્ષક આવી રીતે સોગંદનામું કરી ને બીજા વિભાગ મા કોન્ટ્રાક્ટ રાખી શકતા હશે? શુ જસદણ તાલુકા મા આઇ. સી. ડી. એસ. વિભાગ આવા કૌભાંડો કરતા કાયદા નો કોઈ ડર નહી લાગતો હોય? 

અમોને અંગત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ગમે ત્યારે પોલીસ વિભાગ ફોજદારી કાર્યવાહી કરે કોઈ નવાઈ વાત નથી. 

ખાસ એ પણ જાણવા મળ્યું છે કે આ કાર્યક્રમ મા રાજકોટ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર પણ જે તે સમયે હાજર રહ્યા હતા આ તમામ બાબતો જાણે છે તો શુ  રાજકોટ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર આ કૌભાંડમાં માસ્ટર માઇન્ડો સામે કાર્યવાહી કરી બતાવશે? 

ઉપલેટા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..