Back

હાલોલ:સિનીયર સીટીજનોને કોરોનાની રસી મુકવામા આવી.

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી


હાલોલ તાલુકા પંથકમાં કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત સોમવારથી સિનિયર સિટીઝનોને કોરોના સામે રક્ષણ આપવા માટે કોરોના રસીનો ડોઝ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં હાલોલ રેફરલ હોસ્પિટલ તેમજ તાલુકા ખાતે આવેલ શિવરાજપુર,કંજરી,વાઘબોડ, અરાદ અને કથોલા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગની નિષ્ણાંત ટીમો દ્વારા તાલુકા પંથકના તેમજ નગરના ૬૦ વર્ષથી ઉપરના ૨૦૦ ઉપરાંત સિનિયર સિટીઝનોને કોરોના વેકસીનનો પ્રથમ  ડોઝ આપવામાં આવ્યો હતો જેમાં હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે તાલુકા આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર પરેશ જોષી ના નિરીક્ષણ હેઠળ સૌ પ્રથમ હાલોલ નગર ખાતે રહેતા શાહ પરિવારના નિકુંજભાઈ શાહ, સુરેખાબેન શાહ જમનાબેન શાહ અને ગોકુળદાસ શાહે સૌ પ્રથમ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ કોરોના વેક્સિનેશનનો પ્રારંભ કરાવ્યો હતો અને તેઓએ નગર સહિત તાલુકાના તમામ સિનિયર સિટીઝનોને કોરોના વેક્સિનેશન કરાવવા માટે અપીલ કરી જણાવ્યું હતું કે અમે કોરોના વેકેશન લીધી છે જેની અમને કોઈ આડ અસર થવા પામી નથી માટે કોઈપણ જાતના ભય કે અફવાઓમાં આવ્યા વિના કોરોના વેક્સિન દરેક સિનિયર સિટીઝને અને દરેક વ્યક્તિએ અવશ્ય લેવી જોઈએ.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..