Back

કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે 60 વર્ષ થી વધુ વયના વડીલોનું વેક્સિનેશન શરૂ.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા


કાલોલ રેફરલ હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 60 વરસ થી વધુ વયના બુઝુર્ગો તથા 45 થી ઉપરની વયના ગંભીર રોગો ધરાવતા દર્દીઓને આ તબક્કામાં આવરી લેવામાં આવશે. જેમાં આજ રોજ કાલોલ અને મલાવ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેજલપુર,દેલોલ , ડેરોલગામ, જંત્રાલ, સણસોલી ખાતે ત્રીજા તબક્કાના કોરોના રસીકરણ અંતર્ગત 60 વર્ષ થી ઉપર ના 167 વ્યક્તિ તથા 45 થી 59 વર્ષ ના 14 કોમોરબીટ વ્યક્તિ ને કોરોના ની રસી સફળતા પૂર્વક આપવામાં આવેલ છે અને કોઇને અત્યાર સુધી આડ અસર જોવા મળી નથી આ રસી સરકારી દવાખાનામાં વિના મૂલ્યે આપવામાં આવે છે અને સુરક્ષિત છે તો કાલોલ તાલુકાની જનતા એ રસી મૂકાવી કોરોના સામે ની લડતમાં સાથ આપવા કાલોલ હેલ્થ ઓફિસર મિનેશ દોશીએ જનતાને અપીલ કરી હતી

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..