Back

મોરબી ખાતે એક દિવસીય હસ્તકલા વર્કશોપ યોજાશે

આગામી તા. 8 માર્ચ  એટલે "વિશ્વ સાક્ષરતા દિવસ " તથા "આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ" નાં અનુસંધાને " એક દિવસીય હસ્તકલા વર્કશોપ "  નું આયોજન કરવા માં આવશે

"ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકશોલોજી (ગુજરાત સરકાર ) ગાંધીનગર" પ્રેરિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જિલ્લો  દ્વારાં તા. 8 માર્ચ  "વિશ્વ સાક્ષરતા દિવસ " તથ " આંતરરાષ્ટ્રીય  મહિલા દિવસ" નાં અનુસંધાને "એક દિવસીય  હસ્તકલા વર્કશોપ" નું આયોજન કરેલ છે.

         "જો મહિલાઓ એ સમાનતાનો સ્વમાનવાળો અને સ્વાવલંબી દરજ્જો સમાજ માં મેળવવો હોયતો સૌથી અગત્ય રસ્તો "હસ્તકલા"છે"- મહાત્મા ગાંધી  "હસ્તકલા" એટલે લુપ્ત થતી કલાઓ જે  સાદા સાધનો દ્વારાં હાથ થી તૈયાર કરવાં માં આવેલ રોજબરોજની  ઉપયોગી અને સુશોભન ને લગતાં  કલાત્મક કે  પરંપરાગત ઉત્પાદન. દરેક વ્યક્તિ માં ખાસ કલા-કૌશલ્ય (ટેલેન્ટ) હોય છે. એ  કલા - ટેલેન્ટ નો ઉપયોગ કરી પોતે તથા અન્યોને આત્મનિર્ભર બનવા માં મદ્દ્દરૂપ થઈ શકે છે.

       "હસ્તકલા" વર્કશોપ માં તમારી પસંદગી ની કોઈપણ આઈટમ બનાવો . આપણી  લુપ્ત થતી કલાઓ જે રોજબરોજની ઉપયોગી અને સુશોભન ને લગતી કલાત્મક કે પરંપરાગત વસ્તુઓ જેમકે કોઈપણ આર્ટ વર્ક , સજાવટ નાં પદાર્થો . તોરણ, વન્યજીવો ,પક્ષીઓફુલો , માટીકામ ,માટી ની મુર્તિ, ફુલદાની ,ઊન નાં મોજા, તોરણ વગેરે..વગેરે

એક દિવસીય હસ્તકલા વર્કશોપ" નો સમય  સવારે ૯:૩૦ થી ૫:૦૦ રહેશે આ વર્કશોપ સેમીનાર માં ભાગ લેવાં માટે  કોઈપણ કન્યાઓ-સ્ત્રીઓ  ભાગ લઈ શકશે. યોગ્ય વ્યવસ્થા માટે સ્પર્ધકો અગાઉથી જાણ કરવી. સાધન સામગ્રી પોતે લાવવા ની રહેશે .એક દિવસીય હસ્તકલા વર્કશોપ માં ભાગ લેતાં સ્પર્ધકો ને બપોરે ભોજન ની વ્યવસ્થા તથા બહારગામ નાં સ્પર્ધકો ને મુસાફરી ખર્ચ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી  ચુકવશે.

      યોગ્ય વ્યવસ્થા માટે સ્પર્ધકોએ પોતાની નામ વિગત તા.7/2/2021 સુધી માં નીચે આપેલ કોઈપણ એક  વૉટ્સપ નંબર પર મોકલી આપવી એક દીવસીય હસ્તકલા વર્કશોપ  "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર . ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ રુમ નં. ૨૦૨ મોરબી ખાતે આયોજન કરેલ છે. એલ.એમ.ભટ્ટ  98249 12230  /  87801 27202, દિપેન ભટ્ટ 97279 86386 "નારી એક સર્જન શક્તિ છે અને કરૂણા ની સરીતા છે" બેટી બચાઓ, બેટી પઢાઓ મંત્ર,બધે ફેલાઓ. "કરો વંદન , વિશ્વ નારી શક્તિને મહિલા દિને"

  

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..