Back

ડાંગ જિલ્લા પંચાયતનાં બજેટની સામાન્ય સભામાં આરોગ્ય ખાતાની ઘોર બેદરકારીને ઉઘાડી પાડતા જિલ્લા સદસ્ય...

ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પંચાયતનાં બજેટની સામાન્ય સભામાં આરોગ્યખાતાની ઘોર બેદરકારીને ઉઘાડી પાડી આક્રોશ ઠાલવતા જિલ્લા સદસ્ય..

                    ડાંગ જિલ્લા પંચાયતની મળેલ બજેટની સામાન્ય સભામાં વર્ષ 2021-22નું કુલ 368 કરોડનું વિકાસ લક્ષી અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યુ છે.આ બજેટનાં સામાન્ય સભામાં ગત બજેટમાં મંજુર 4 શબવાહીનીની ગ્રાંટ પરત જતા ડાંગ વઘઇ જિલ્લા પંચાયત સીટનાં જિલ્લા સદસ્ય હરીશભાઈ બચ્છાવે જિલ્લા પંચાયતનાં આરોગ્ય અધિકારી સામે આક્રોશ ઠાલવતા જિલ્લા પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો..           ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળ ગાવીત કોરોના સંક્રમિત હોય જેથી તેમની ગેરહાજરીમાં ઉપપ્રમુખ નિર્મળાબેન જગ્યાભાઈ ગામીતનાં અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લા પંચાયતની બજેટની સામાન્ય સભા મળી હતી,જેમાં 2020નું સુધારેલ અને 2021-22નું રૂપિયા 368,29,98991નું વાર્ષિક અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યુ હતુ.આ વિકાસ લક્ષી બજેટમાં શિક્ષણ,ખેતી અને પશુપાલન,આરોગ્ય તેમજ બાંધકામનાં વિકાસ લક્ષી કામો આવરી લેવામાં આવ્યા છે.90 %  ડુંગરાળ અને વનાચ્છાદીત પ્રદેશ એવા ડાંગ જિલ્લાને કરવેરા કે ખનીજ ઉત્પાદનની કોઈ આવક મળતી નથી.છતા પણ જિલ્લાનું સ્વંભાંડોળ રૂપિયા 21,20,72,591 છે.જ્યારે સરકારી આવક રૂપિયા 327,72,60,400 મળી 368,29,98991 રૂપિયાનું બજેટ મંજુર કરવામાં આવ્યુ છે.આ સામાન્ય સામાન્ય સભામાં ગત બજેટમાં મંજુર કરેલ 3 તાલુકા માટેની 4 શબવાહીનીની ગ્રાંટ પરત જતા વઘઇ જિલ્લા પંચાયતનાં જિલ્લા સદસ્ય હરીશભાઈ બચ્છાવે આરોગ્ય અધિકારી ડૉ સંજય શાહની મનસ્વી કામગીરી અને હિટલરશાહીનાં નિર્ણયોને આડેહાથ લઈ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.અહી જિલ્લા પંચાયતનાં સદસ્ય હરીશભાઈ બચ્છાવે જણાવ્યુ હતુ કે કેબીનેટ મંત્રી ગણપતભાઈ વસાવા દ્વારા ડાંગ જિલ્લાની ગરીબ આદિવાસીઓને પડતી આરોગ્યલક્ષી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી ટી.એસ.પી.અંતર્ગત ગ્રાંટ ફાળવી હતી.પરંતુ જિલ્લા આરોગ્ય અધિકારીની ઘોર બેદરકારીનાં પગલે આ ગ્રાંટ પરત થઈ જવા પામી છે.આવા બેદરકાર અધિકારીઓનાં પગલે આદિવાસીઓ આરોગ્ય લક્ષી સેવાથી વંચીત બન્યા છે.જેથી બજેટની સામાન્ય સભામાં જ જિલ્લા સદસ્ય હરીશ બચ્છાવે જિલ્લા આરોગ્ય અધિકારીને આડે હાથ લઈ આક્રોશ ઠાલવતા જિલ્લા પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.



આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..