Back

ડાંગ જિલ્લામાં વધુ એક કેસ પોઝીટીવ આવતાં આંક 185 પર પહોચ્યો

ડાંગ:-મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાની 28 વર્ષીય યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા કુલ આંકડો 185 પર પોહચ્યો છે....

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા ધીમીગતિએ કેસો બહાર આવી રહ્યા છે.ડાંગ જિલ્લામાં છેલ્લા સપ્તાહથી કોરોનાનાં કેસોમાં ઉછાળો નોંધાઈ રહયો છે.આજરોજ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ જામલાપાડાની 28 વર્ષીય યુવતીનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ કેર હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંકડો 185 પર પોહચ્યો છે.જેમાંથી 175 જેટલા દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે.જ્યારે 10 જેટલા એક્ટિવ કેસો હોય જે સારવાર હેઠળ રખાયા છે...

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..