Back

આજ તા. ૧ લી એપ્રિલથી ૪૫ વર્ષ ઉપરના નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી આપવાનું મહાઅભિયાન શરૂ કરાશે

ભરતસિંહ ઠાકોર મેઘરજ 

 તા. ૧ લી એપ્રિલથી ૪૫ વર્ષ ઉપરના નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી આપવાનું મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. આ રસીકરણ અભિયાનમાં અરવલ્લી જિલ્લાના ફ્રન્ટ લાઇન કોરોના વોરીયર્સ એવા પત્રકારમિત્રોને  રસીકરણમાં આવરી લેવાશે અને આગામી તા.૧૦ એપ્રિલ સુધીમાં આ વય જૂથના લોકોનું રસીકરણ કામગીરી પૂર્ણ કરવાનું આરોગ્ય તંત્ર દ્વારા આયોજન કરવામાં આવશે. જેથી જિલ્લાના ૪૫ થી ૬૦ વયના તમામ પત્રકાર મિત્રો નજીક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાની રસી મુકાવી  પોતે, પરિવાર, સમાજને નિરોગી, સુખી અને સમૃધ્ધ બનાવે તથા તંદુરસ્ત અને શક્તિશાળી રાષ્ટ્ર્ નિર્માણના યશભાગી બનવા અનુરોધ છે.

*નોંધ: પત્રકાર મિત્રો પોતાનું આધારકાર્ડ/ સમાચાર સંસ્થાનું ઓળખકાર્ડ અવશ્ય સાથે રાખવું*

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..