Back

અજાણ્યા વાહન ચાલક બાઈક ને ઠોકર મારતા એક માસૂમ બાળક સહિત ત્રણના ઘટના સ્થળે જ મોત થયા છે.

અજાણ્યા વાહન ચાલક બાઈક ને ઠોકર મારતા એક માસૂમ બાળક સહિત ત્રણના ઘટના સ્થળે જ મોત થયા છે.


જામનગર


રિપોર્ટર

નયના દવે


જામનગર:કાલાવડ હાઇવે પર આજે બપોરના સમયે બાઇક પર આવી રહેલા પરિવારને અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા એક માસૂમ બાળક સહિત ત્રણના ઘટનાસ્થળે મોત થયા છે.


પોલીસે ઘટનાસ્થળે પહોંચી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.સૂત્ર મુજબ મળતી માહિતી પુરઝડપે આવી રહેલી બસે બાઇકને ઠોકર મારી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.


અકસ્માતમાં 30 વર્ષીય દીનુભાઈ સમડીયા અને 28 વર્ષીય અમુબહેન સમડિયા તેમજ માસૂમ બાળકનું મોત થયું છે.વધુમાં મૃતક પરિવાર દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયાના ઓળખપત્ર મળી આવતા ત્યાના હોવાનું માનવામાં આવી રહ્યું છે.


જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..