Back

"વિશ્વાસ ફિલ્મ્સ" - સોમનાથમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે રાજકોટની મશહૂર અભિનેત્રી ધારા પટેલને સ્થાન આપતા નિર્માતા ભગુભાઈ વાળા

રાજ્યભરમાં છેવાડાના કલાકારો ની પ્રતિભાને ઉજાગર કરીશું.....ધારા પટેલ......


સુત્રાપાડા – રામસિંહ મોરી


ગીર સોમનાથના અનુભવી નિર્માતા ભગુભાઈ વાળા દ્વારા "વિશ્વાસ ફિલ્મ્સ" પ્રોડક્શન નામે યુનિટ ની રચના કરવામાં આવતા આ યુનિટ ના પ્રોજેક્ટ મેનેજર તરીકે રાજકોટની મશહૂર અભિનેત્રી ધારા પટેલની નિમણુંક કરાતા કલા જગતના લોકો દ્વારા અભિનંદન વર્ષા થઇ રહેલ છે....


પ્રોજેક્ટ કમ યુનિટ મેનેજર પદે નિયુક્તિની સાથે સાથે અભિનેત્રી ધારા પટેલે જાહેરાત કરતા જણાવેલ કે રાજ્યભરમાં શહેરો અને ગામડાના છેવાડામાં વસતા અનેક કલાકારોને પ્લેટફોર્મ પૂરું ન મળવાના કારણે તેઓની કલા શક્તિ રૂંધાય જવા પામેલ છે ત્યારે આવા અનેક કલાના કસબીઓની કળાને ખીલવવા "વિશ્વાસ ફિલ્મ્સ" કટિબધ્ધ હોવાનું જણાવી એક અનોખો પ્રોજેક્ટ બનાવી સત્વરે અમલવારી શરુ કરવા જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવેલ છે


અભિનેત્રી ધારા પટેલે આ બાબતે વધુમાં જણાવેલ કે સૌ પ્રથમ અમારા યુનિટ માં દસ આલ્બમ સોંગ તેમજ દસ ટેલીફિલ્મો બનાવવામાં આવનાર હોવાનું જણાવી તેમાં દરેક નવા ચહેરાઓને સિનીયર કલાકારોની સાથે રાખી અલગ અલગ રીતે કામગીરી આપીને પૂરતી તકો મળી રહે તેવા જરૂરી પ્રયાસો હાથ ધરાશે ત્યારબાદ દરેક સફળ થયેલ તમામ કલાકારો ને એવોર્ડ એનાયત કરી સન્માનવામાં આવશે જેમાં બેસ્ટ ગીતકાર, બેસ્ટ સંગીતકાર, બેસ્ટ લેખક, બેસ્ટ અભિનેતા, બેસ્ટ અભિનેત્રી તેમજ બેસ્ટ ડાઈરેક્ટર સહિતનાઓની પસંદગી સાથે નવાજવામાં આવનાર છે તેમજ કાયમી પસંદ થયેલા કલાકારોને નજીકના ભવિષ્યમાં જ અમારી આગામી સામાજિક સિરિયલો તેમજ ગુજરાતી ફિલ્મોમાં એક બીજાની અનુકૂળતા મુજબ કામ પૂરું પાડવામાં આવનાર હોવાનું અખબારી યાદીમાં જણાવેલ...


સુત્રાપાડા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી