Back

અરવલ્લી જિલ્લામાં કોરોના મહામારીને લઈને કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પ્રતિબંધિત હુકમો જાહેર કરાયા

અરવલ્લી: ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી 

       સમગ્ર રાજ્યમાં તેમજ ભારત દેશમાં કોવિડ -૧૯ એટલ કે કોરોના વાયરસ ફેલાયેલ છે. જેને પગલે WHO દ્વારા વૈશ્વિક માહમારી જાહેર કરવામાં આવેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી તથા ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે નૉવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા તથા કેટલીક સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. રજી સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા. ૧૩ માર્ચ ૨૦૨૦ ના  રોજ જાહેરનામાંથી THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATIONS,2020 જાહરે કરેલ છે. સમગ્ર ભારત દેશમાં કોવિડ-૧૯ ની અસરોને ધ્યાને લેતા NATIONAL DISASTER MANAGEMENT AUTHORITY ના નિર્દેશો મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આમુખ-(૧)ના નોટિફિકેશન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં તા. ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી માર્ગદર્શિકા અમલમાં મુકેલ છે, તથા કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં માર્ગદર્શિક સૂચનાઓ અનુસાર નિયત પ્રવૃતિ ચાલુ રાખવા સૂચનો કરાયા. 

        અમૃતેશ ઔરંગાબાદકર આઈ. એ. એસ., જિલ્લા મેજીસ્ટ્રેટ, અરવલ્લી, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની (૧૯૭૪ નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪,ધ અપેડેમિક ડીસીઝ એક્ટ-૧૮૯૭ અને ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન,૨૦૨૦ તથા ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ ની કલમ-૩૪ હેઠળ મળેલ અધિકારની રૂએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ના હુકમ તથા ગુજરાત સરકારના ગૃહ વિભાગના જાહેરનામા તા.૨૭ ફેબ્રુઆરી ૨૦૨૧ની માર્ગદર્શિકાઓ ધ્યાને લેતા અરવલ્લીના હદ વિસ્તારમાં નીચે મુજબની શરતોનું પાલન કરવાનું રહેશે. 

(૧) કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં નિયત કરવામાં આવેલ કોરોના ગાઈડલાઇન મુજબ ચુસ્તપણે પાલન કરવાની શરતે તમામ પ્રવૃતિઓ ચાલુ રાખી શકાશે.

(૨) કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક,શૈક્ષણિક,રમતગમત,મનોરંજન,સાંસ્કૃતિક પ્રવર્તિઓ,ધાર્મિક રાજકીય સમારોહ  Other Congregation/large gathering સંદર્ભે સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. જેમાં 

Adequate Physical distancing અને તેના માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે. 

સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવાનો રહેશે. 

થર્મલ સ્કેનિંગ,ઓક્સીમીટર, સેનેટાઈઝરની સગવડતા પૂરી પાડવાની રહેશે. સ્ટેજ,માઇક,સ્પીકર તેમજ ખુરશીઓને સમયાંતરે સેનેટાઈઝ કરવાના રહેશે. 

હેન્ડવોશ સેનેટાઈઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે. 

સમારંભ દરમિયાન થૂંકવા તેમજ પાન-મસાલા,ગુટખાના સેવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. 

૬૫થી વધુ વયના વયસ્ક નાગરિકો, ૧૦ વર્ષથી ઓછી ઉમરના બાળકો,સગર્ભા મહિલાઓ તેમજ અન્ય બિમારીઓથી પીડિત વ્યક્તિઓ સમારંભમાં ભાગ ન લે તે સલાહભર્યું છે. 

આરોગ્ય સેતુ એપનો ઉપયોગ થાય તે હિતાવહ છે. 

બેઠક વ્યવસ્થા ગોઠવતા સમયે Adequate ડિસ્ટન્સ જળવાઈ રહે તેની તકેદારી રાખવાની રહેશે. 

તમામ કાર્યક્રમો દરમ્યાન તબીબી સુવિધાઓ તુર્તજ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી પ્રબંધ કરવાનો રહેશે.  

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તા. ૪ જૂન ૨૦૨૦ ના હુકમ થી ધાર્મિક સ્થળો,મોલ્સ,રેસ્ટોરન્ટ, હોટેલ, આતિથ્ય એકમો સંદર્ભમાં બહાર પાડવામાં આવેલ SOPનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

એરકન્ડિશનીંગ-વેન્ટિલેશન માટે સી. પી. ડબલ્યુ. ડી. ની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. 

(૩) લગ્ન/સત્કાર સમારંભ જેવા પ્રસંગો સબંધમાં ખુલ્લા સ્થળોએ/બંધ સ્થળોએ,સ્થળની ક્ષમતાના ૫૦% થી વધુ નહીં પરંતુ મહત્તમ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં જ સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે. આ નાગે Digital Gujarat Portal પર ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર ઓર્ગેનાઇઝેશન મેરિજ ફંક્શન નામના સોફ્ટવેર પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. 

(૪) મૃત્યુ બાદની અંતિમ ક્રિયા/ધાર્મિક વિધિમાં મહત્તમ ૫૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે. 

(૫) હૉલ,હોટેલ,બેંકવેટ હૉલ, રેસ્ટોરન્ટ,ઓડિટોરિયમ,કમ્યુનિટી હૉલ,જ્ઞાતિની વાડી વગેરે જેવા બંધ સ્થળે સામાજિક, શૈક્ષણિક,રમત-ગમત,મનોરંજન,સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ધાર્મિક,રાજકીય સમારોહ તથા Other conggregations/large gathering નું સ્થળની ક્ષમતાના ૫૦%ની મર્યાદામાં સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે. 

(૬) જ્યારે પાર્ટી પ્લોટ,ખુલ્લા મેદાનો,સોસાયટીના કોમન પ્લોટ કે અન્ય ખુલ્લા સ્થળોએ સામાજિક ,શૈક્ષણિક,રમત-ગમત,મનોરંજન,સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક તથા Other Gatheringનું જ્યારે આયોજન કરવામાં આવે ત્યારે પારા નં. ૨માં દર્શાવેલ બાબતોનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. 

(૭) રાજ્યમાં આવેલ ધાર્મિક સ્થળો,હોટેલ અને રેસ્ટોરન્ટ, આતિથ્ય એકમો, શોપિંગ મોલ, કચેરીઓ સંદર્ભમાં કેન્દ્રીય આરોગ્ય પરિવાર અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તા.૪ જૂન ૨૦૨૦ ના હુકમથી આવેલ sopનું તથા ધાર્મિક સ્થળો બાબતે ગૃહ વિભાગના તા. ૭ જૂન ૨૦૨૦ ના હુકમ થી બહાર પાડવામાં આવેલ sopનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.  

(૮) સિનેમા હૉલ તથા થિયેટર સંદર્ભે Ministry Of Information & Broadcasting, Government Of India દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરામર્શ બહાર પાડવામાં આવનાર sop અન્વયે રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ઉક્ત sopને ધ્યાને લઈ કે કોઈ સૂચનાઓ પ્રસિદ્ધ કવામાં આવે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 

(૯) સ્વિમિંગ પુલ સંદર્ભમાં Ministry Of Youth Affairs & Sports,Government Of India દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરામર્શ બહાર પાડવામાં આવનાર Sop અન્વયે રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ દ્વારા ઉક્ત Sopને ધ્યાને લઈ કે કોઈ સૂચનાઓ પ્રસિદ્ધ કવામાં આવે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 

(૧૦) એક્ઝિબિશન હૉલ સંદર્ભમાં Department Of Commerce,Government Of India દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરામર્શ બહાર પાડવામાં આવનાર Sop અન્વયે રાજ્યના ઉધોગ અને ખાણ વિભાગ દ્વારા ઉક્ત Sopને ધ્યાને લઈ કે કોઈ સૂચનાઓ પ્રસિદ્ધ કવામાં આવે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 

(૧૧) અન્ય જુદી-જુદી પ્રવૃતિઓ જેવી કે ટ્રેન મારફતે મુસાફરોની અવર-જવર,હવાઈ મુસાફરી,મેટ્રો ટ્રેન,શાળાઓ, ઉચ્ચ શિક્ષણની શૈક્ષણિક સંસ્થાઓ, યોગા સેન્ટર,જિમ્નેશિયમ સબંધમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના સબંધિત વિભાગો દ્વારા જાહરે કરવામાં આવેલ Sopનું તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 

(૧૨) જાહેરમાં થૂંકવા તથા જાહેરમાં યોગ્ય રીતે ચહેરો ન ઢાંકવા બદલ રાજ્ય સરકાર દ્વારા વખતો વખતના હુકમથી નિયત કરવામાં આવેલ દંડને પાત્ર થશે. 

 (૧૩) કેન્દ્ર સરકારના હુકમ સાથેના Annexure-૧ માં જણાવવામાં આવેલ The National Directives For Covid-19 નું તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 

        આ હુકમ તા. ૩૧ માર્ચ ૨૦૨૧ ના ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકી-૨૦૦૫, ની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. 


મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..