Back

મોરબી લોહાણા સમાજ ના વડીલો માટે કોરોના પ્રતિરોધક રસીકરણ અભિયાન શરૂ

રસીકરણ માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બકુલભાઈ રાચ્છ નો સંપર્ક કરવો

સમગ્ર વિશ્વ મા કોરોના ની મહામારી એ હાહાકાર મચાવ્યો છે ત્યારે વર્ષ ૨૦૨૧ સમગ્ર વિશ્વ માટે આશા નુ એક નવુ કીરણ લઈ ને આવ્યુ છે. કોરોના પ્રતિરોધક રસી ઉપલબ્ધ બનતા ની સાથે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે રસીકરણ અભિયાન ને પુરજોશ મા વેગ આપ્યો છે જેથી ઝડપથી આ વિશ્વવ્યાપી મહામારી માંથી આપણો દેશ મુક્ત બની શકે. સરકાર  દ્વારા તબક્કાવાર રસીકરણ અભિયાન ચલાવવામા આવી રહ્યુ છે ત્યારે મોરબી લોહાણા સમાજ ના અગ્રણી  ગીરીશભાઈ ઘેલાણી, પ્રફુલ્લભાઈ પોપટ (મંત્રી), રાજુ ભાઈ સેતા, નિર્મિત કક્કડ સહીત ના એ મોરબી જીલ્લા ડી.ડી.ઓ. ભગદેવ સાહેબ તથા મુખ્ય આરોગ્ય અધિકારી જે.એમ. કતિરા સાહેબ સાથે મુલાકાત કરી, તેમના માર્ગદર્શન આરોગ્ય તંત્ર સાથે સંકલન સાધી લોહાણા સમાજ ના દરેક વડીલો ને કોરોના પ્રતિરોધક રસી ઉપલબ્ધ બને તે અંગે આયોજન કર્યુ છે. જે અંતર્ગત ૬૦ વર્ષ થી વધુ વય ના દરેક વડીલો તેમજ ૪૫ થી ૬૦ વર્ષ સુધી ના બિમારી ધરાવતા લોકો એ શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે બકુલભાઈ રાચ્છ નો સવારે ૧૦ થી ૧૨ તથા સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી મા સંપર્ક કરી નામ નોંધાવવા નુ રહેશે. ૫૦-૫૦ લોકો ના જુથ ને તબક્કાવાર રસી આપવા મા આવશે. નામ નોંધાવતી વખતે તથા રસીકરણ વખતે આધાર કાર્ડ ની ઝેરોક્ષ તથા કોઈ બિમારી હોય તો તેની ફાઈલ સાથે રાખવા ની રહેશે જેની સર્વે એ નોંધ લેવી.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..