Back

પાંથાવાડામાં છેડતી કરતા રોમિયોની મહિલા એ જાહેરમાં જ ધોલાઈ કરી

રિપોર્ટર.વિષ્ણુભા દરબાર વરનોડા                                                                                                                                                                                            દાંતીવાડા તાલુકાના પાંથાવાડા માં છેડતી કરનાર રોમિયાને મહિલા એ સબક શીખવાડ્યો હતો મહિલા એ યુવકની જાહેર માં ચપ્પલે ચપ્પલે ધોલાઈ કરી નાખી હતી બનાવનો વિડિયો બનાવી લોકોએ શોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી દીધો હતો પાંથાવાડા હાઈવે ચારરસ્તા પર મહિલાએ એક વ્યક્તિને માર મારવાનો બનાવ બનવા પામ્યો હતો મળતી માહિતી મુજબ હાઈવે ચારરસ્તા પર ઊભેલ એક મહિલાને એક ઈસમ દ્વારા ચેનચાળા કરતા મહિલા રણચંડી બની હતી અને જોતજોતામાં મશ્કરી કરનાર વ્યક્તિને મહિલા એ જોરદાર ચપ્પલથી ધોલાઈ કરી હતી મહિલા દ્વારા જાહેરમાં જ છેડતી કરનાર રોમિયોને મેથીપાક ચખાડ્યો હતો ઘટના સ્થળે જોતજોતામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા લોકોએ પણ મહિલાનાં હાથનો મેથીપાક ખાતાં બનાવનો વિડિયો બનાવી શોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અવાર નવાર મહિલા કે યુવતીઓની છેડતીની  ઘટનાઓ બનતી રહે છે ત્યારે પાંથાવાડામાં આવી ઘટના સામે આવી છે પોલીસ ને જાણ થતાં જ પોલીસ પણ દોડી આવી હતી અને મહિલાની છેડતી કરનાર ઈસમને પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો જાહેરમાં મેથીપાક અપાયો હોવાનો વિડિયો વાયરલ થયા બાદ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો

ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..