Back

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિસાગર જિલ્લાના છ તાલુકામાં ભાજપ નો ભગવો લહેરાયો

મહીસાગર...


  • મહીસાગર જિલ્લામાં ભાજપનો કેસરિયો લહેરાયો કોંગેસના સુપડા સાફ..


મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચુટણીમાં ભાજપનો થયો ભવ્ય  વિજય ભાજપના તમામ કાર્યકર્તાઓ તેમજ ઉમેદવારોમાં ખુશીનો માહોલ.


ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી જાહેર થતા મહીસાગર જિલ્લામાં ચુંટણીમાં ઉમેદવારી કરવા વર્ષોથી રાહ જોઈ રહેલા ઉમેદવારોમાં  એક અનેરો ઉત્સાહ જોવા મળતો હતો ત્યારે ભાજપ અને કોંગ્રેસ તેમજ અન્ય પક્ષમાંથી કેટલાય વ્યક્તિઓ ટીકીટ માંગી પોતાની ઉમેદારી નોધાવી હતી ત્યારે જીતની આશા સાથે તમામ ઉમેદવારો આજે મતગણતરીના પટાંગણમાં આવી પોહચ્યા હતા ત્યારે તાલુકા અને જિલ્લા પંચાયતની મતગણતરી પૂર્ણ થતા પરિણામો જાહેર થતા મહીસાગર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટિએ પોતાના ભગવો લહેરાયો છે ત્યારે તાલુકા પંચાયતની ૧૨૬ બેઠકો માંથી ભાજપ ના ફાળે ૮૭ અને કોંગ્રેસના ફાળે ૩૪ જયારે આમ આદમી પાર્ટી એ ૦૧ બેઠક જીતી ને જિલ્લામાં પગ પેસારો કર્યો છે ત્યારે ૦૪ બેઠક અન્યને ફાળે ગયેલ છે. તેમજ જિલ્લા પંચાયતની ૨૮ બેઠકો માંથી ભાજપના ફાળે ૨૨ અને કોંગ્રેસના ફાળે ૦૬ બેઠક આવી હતી આમ મહિસાગર જિલ્લાની તાલુકા પંચાયત  અને જિલ્લા પંચાયતમાં ભાજપે પોતાનો ભગવો લહેરાયો હતો.અને કોગ્રેસનો મહીસાગર જિલ્લા માંથી સફાયો થયો છે ત્યારે મહીસાગર જિલ્લામાં ભાજપ તેમજ કોગ્રેસના અમુક ઉમેદવારોની જીત થતા ઉમેદવારો તેમજ કાયૅકતાઓ એ ડી.જે ના તાલે વરઘોડો કાઠયા હતા. આમ મહીસાગર જિલ્લામા તાલુકા અને જિલ્લાની બોડી ભાજપની બનતા ભાજપ જિલ્લા પ્રમુખે તમામ  વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી અને જિલ્લાના તમામ  કાર્યકર્તાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો..


રિપોર્ટર:- અમીન કોઠારી, મહીસાગર

સંતરામપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..