Back

સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય તંત્ર દ્વારા સિનિયર સિટીઝનોને કોરોના રસી નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો

સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય તંત્ર દ્વારા સિનિયર સિટીઝનો ને કોરોના રસી નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો

શિનોર તાલુકામાં આરોગ્ય તંત્ર દ્વારા ત્રીજા તબક્કા ના કોરોના વેક્સિનેશન અંતર્ગત સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિના મૂલ્યે કોરોના રસીકરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 60 વર્ષથી વધુ વય ધરાવતાં સિનિયર સિટીઝન અને 45 થી 59 વર્ષ સુધીના ગંભીર બીમારી ધરાવતાં નાગરિકોને કોરોના વેક્સિનેશન અંતર્ગત કોરોના વેક્સિન નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર. ધીરેન ગોહિલ ના જણાવ્યા મુજબ સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે    સિનિયર સિટીઝનો ને ત્રીજા તબક્કા ના કોરોના વેક્સિનેશન અંતર્ગત કોરોના વેક્સિન નો પ્રથમ ડોઝ આપવામાં આવેલ તમામ સિનિયર સિટીઝનો ને કોઈપણ પ્રકારની આડ અસર થયેલ નથી તેમ જણાવ્યું હતું અને વધુમાં વધુ સિનિયર સિટીઝનો ને કોરોના વેક્સિન નો લાભ લેવા અપીલ કરી હતી.

ફૈઝ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..