Back

સિમ્બોલ રાજકીય મહત્વ નથી સાહેબ નડિયાદમાં અપક્ષોએ બાજી મારી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષ નહીં અપક્ષ વોર્ડ નંબર છ માં જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત થયા છે જેથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે વોર્ડ નંબર છ માં કોંગ્રેસ ભાજપ નહીં સેવાકીય પ્રવૃત્તિ કામ કરી શકે તેવા વ્યક્તિઓ ને મતદાર પ્રજા સત્તા નું સોપાન આપે છે એવું જ કાંઈક
નડીઆદ નગરપાલિકા વોડ નંબર ૬ માં અપક્ષ ઉમેદવાર માજિદખાન પઠાણ ને મતદાર પ્રજાએ બહુમતિથી વિજય પદ સોંપ્યું છે જે શિક્ષિત ઉત્સાહી અને પ્રામાણિક સેવાભાવી ધારાશાસ્ત્રી ને મતદાતાઓએ પોતાનું પ્રતિનિધિત્વ સોંપી દેતા પરિવર્તન નડિયાદ માં નવી પહેલ કરી છે અને હવે જનતા રાજનીતિમાં આવા ઉત્સાહી યુવાઓને પસંદ કરી પોતાના પડતર પ્રશ્નોને ઈમાનદારીથી વાચા આપવામાટે સાચાં અને સારા ખડેપગે જનતાની વચ્ચે ઊભાં રહી કોમી એકતા અને ભાઈચારાની ભાવનામાં માનનાર યુવાઓને તક આપવાનું નક્કી કરી ચુકી છે ત્યારે રાજનીતિમાં ખરીદ વેચાણ સંગ ની રમત રમનાર વ્યક્તિઓના મબસૂબાઓ પર પાણી ફરી વળ્યું હતું તે વર્તમાન સમયમાં બદલાવની તરફ એક ડગલું હોઈ શકે છે

એક મુલાકાત દરમિયાન મુલાકાતમાં માજિદખાન એ જણાવ્યું હતું કે વાસ્તવમાં જનતાના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે ખરેખરમાં પારદર્શક વહીવટની જરૂર છે પરંતુ વર્તમાન સમયમાં નીચલા લેવલથી ઉપર સુધી ઘર કરી ગયેલ ભ્રષ્ટાચારના મૂળ મજબૂત બની ગયેલ છે તેને ધરાશાયી કરવા માટે પારદર્શકતા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તેને અપનાવી મને મળેલ જનતાના સાથ સહકાર ને સહયોગ બદલ તન મન ધનની સાથે પ્રમાણિકતાથી જનતાની દરેક સમસ્યાઓના સમાધાનકારી નિર્ણય લેવામાં ચોક્કસ સક્ષમ પુરવાર થઈશ અને આવનાર સમયમાં તેનું યોગ્ય પરિણામ જોવા મળશે તેવી આપ સર્વે ને ખાત્રી આપું છું.

આ અંગે વધુમાં મુલાકાત દરમ્યાન ખૂબ ભાવુકતાથી તેમણે એક યોગ્ય જનપ્રતિનિધિ તરીકે અમુક પ્રશ્નોનાં જવાબ આપ્યા હતા ખરેખરમાં એક શિક્ષિત અને પ્રામાણિક તેમજ ઉત્સાહી સેવાભાવી સેવકોની નડીઆદ નગરને જરૂર છે તેવું તેમના અંગત મિત્ર શકીલભાઈ સંધી એ જણાવ્યું હતું...!

ખેડા જીલ્લાનાં પળે પળના સમાચાર આપના મોબાઈલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..