Back

ડાંગ જિલ્લાને રસાયણ મુક્ત જિલ્લો બનાવવા માટે રાજ્ય સરકારે 32 કરોડની જોગવાઈ

ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાને રસાયણ મુક્ત જિલ્લો બનાવવા માટે રાજ્ય સરકારે 32 કરોડની જોગવાઈ ફાળવી.સાથે પ્રવાસન સ્થળ તરીકે જગજાહેર ગિરિમથક સાપુતારા ખાતે હેલીપોર્ટનાં વિકાસ માટે પણ જોગવાઈ કરતા ડાંગવાસીઓએ બજેટને આવકાર્યું .

ગુજરાત રાજ્યનાં નાયબ મુખ્ય મંત્રી દ્વારા આજરોજ વિધાનસભામાં 2021 -22નું બજેટ રજૂ કરવામાં આવ્યુ હતુ. આ બજેટ ગુજરાતનાં ઇતિહાસનું સૌથી મોટું બજેટ ગણવામાં આવે છે ત્યારે રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાને ઓર્ગેનિક જિલ્લો બનાવી રાખવા તેમજ ખેડૂતોને ખેતી ક્ષેત્રમાં વધુ પ્રગતિશીલ બનાવવા માટે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત ડાંગ જિલ્લાને 32 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ડાંગ જિલ્લાને સંપૂર્ણપણે રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાનાં ઉદેશ્યથી પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રથમ વર્ષે રૂપિયા 10 હજાર તથા બીજા વર્ષે રૂપિયા 6 હજાર નાણાંકીય સહાયની યોજના માટે રૂપિયા 32 કરોડની જોગવાઈ કરી છે.આ ઉપરાંત પ્રવાસન વિભાગ હેઠળ નાગરિક ઉઠયન અંતર્ગત 3 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં હેલિકોપ્ટર સેવાનો વધતો જતો વ્યાપ ધ્યાને લઇ કાયમી ધોરણે હેલિપોર્ટ વિકસાવવામાં આવશે.જે અંતર્ગત અમદાવાદ, સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા અને ગીર હેલીપોર્ટ વિકસાવવા માટે 3 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ડાંગ જિલ્લાને રાજ્ય સરકાર દ્વારા ઓર્ગેનિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે.ત્યારે ડાંગનાં દરેક ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરતા થાય તેમજ રસાયણ મુક્ત ખેતી તરફ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા આજરોજ બજેટમાં 32 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.રાજ્યનાં છેવાડે આવેલ પ્રાકૃતિક જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા 32 કરોડની જોગવાઈ કરતા તેમજ ગિરિમથક સાપુતારા ખાતે હેલીપોર્ટનાં વિકાસની જોગવાઈ કરતા ડાંગવાસીઓએ આ બજેટને આવકાર્યું છે..

તસ્વીર પ્રતિકાત્મક

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..