Back

મોરબી: વીજતંત્રની ઘોર બેદરકારીનો બોલતો પુરાવો બે વર્ષ પહેલાં બનાવેલ ૬૬ કેવી સબસ્ટેસન ધૂળ ખાય છે

વહેલામાં વહેલી તકે ચાલુ કરવા ઉધ્યોગકરો ની માંગ સરકારના ઘણાં વિભાગો માટે પ્રજાની સુખાકારી અને સગવડ વધારવાના શુભ આશયથી અને યોજનાઓ સુખાકારી સગવડ ના સાધનો બનાવી તેની પાછળ ઢગલાબંધ નાણાં ખર્ચવામાં આવતા હોય છે પરંતુ સરકારની આ શુભ ભાવના સાથે લોકોની સગવડ અને સુખાકારી ના સાધનો ધૂળ ખાતા નજરે પડે છે તે પણ સરકારી અધિકારીઓની અણઆવડત અને આવૃત્તિના કારણે આવો જ એક કિસ્સો નજરમાં આવ્યો.

 મોરબી થી રફાળેશ્વર જતા જુના રફાળેશ્વર રોડ પર અહીંના ઉદ્યોગકારો સહિતનાઓની માંગણીના પગલે આ રોડ પર બે વર્ષ પૂર્વે ૬૬ કેવી સબસ્ટેસન વીજ તંત્ર દ્વારા બનાવવામાં આવ્યું .પણ નવાઈની વાત તો એ છે કે બબ્બે વર્ષનો સમય વીતવા છતાં આજદિન સુધી તે ચાલુ કરવામાં આવ્યું નથી આ સબસ્ટેસન બે વર્ષથી ધૂળ ખાઈ રહ્યું છે અને બાવળ ઉગી નીકળ્યા છે આ સબસ્ટેસન કરવા અનેક વખત મોરબી વીજ તંત્રમાં રજૂઆતો કરવામાં આવી છે છતાં અધિકારી બાબુના પેટનું પાણી પણ હલતું નથી અને આંખ આડા કાન દઈ દીધા છે.

 વિકાસમાં હરણફાળ ભરતો ચાઇના ને પણ હું ફાવતો વર્ષે એક લાખ કરોડનું ટર્ન ઓવર કરી સરકારને કરોડો રૂપિયાનો ટેક્સ ભરતો અને હૂંડિયામણ લખી આપતો સિરામિક ઉદ્યોગ આ સપ્ટેશન ની ચારે બાજુ પથરાયેલો છે અને અહીંના ઉદ્યોગકારો પણ બબ્બે વર્ષથી આ ૬૬ કેવી સબસ્ટેસન કરવા રજૂઆતો કરી રહ્યા છે અને આગામી સમયમાં આ બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆત કરનાર હોવાનું પણ જાણવા મળ્યું છે તો વહેલામાં વહેલી તકે સરકારે કરોડો નું આંધણ કરી બનાવવામાં આપેલા સબસ્ટેસન દૂર ખાતું બંધ કરી તેને ચાલુ કરે તેવી આ વિસ્તારમાંથી પ્રબળ માંગ ઉઠી છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..