Back

ડાંગ જિલ્લાનાં નવાગામ (સાપુતારા) ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ઉદઘાટન કરાયુ.

ડાંગ જિલ્લાનાં નવાગામ (સાપુતારા) ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ઉદઘાટન કરાયુ.ડાંગ:- મદન વૈષ્ણવ 


ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાનાં નવાગામ ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ઉદઘાટન થતા નવાગામનાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં સાપુતારા સહિત નવાગામનાંગ્રામવાસીઓને પ્રેસર,સુગર જેવી બિમારીનાં દર્દીઓ અને સામાન્ય નાની-મોટી બીમારીનાં દર્દીઓને હવે યોગ્ય સારવાર મળી રહશે.જ્યારે મમતા કાર્ડ  અને બુધવારનાં દિવસે 0 થી 5 વર્ષનાં બાળકો તથા સગર્ભા ધાત્રી માતાઓની જરૂરી તપાસ તેમજ રસીકરણ તથા હેલ્થ એજ્યુકેશનની પણ સમજ પુરી પાડવામાં આવશે.આ ઉદઘાટન પ્રસંગે સાપુતારા પી.એચ.સી.નાં એમ.ઓ. ડૉ.નિમૅલભાઇ,આયુષ એમ.ઓ.ડૉ.પ્રાચી મેડમ, સુપરવાઈઝર લીલાબેન બાગુલ,આશાવકૅરો તથા આંગણવાડી બહેનો,શિક્ષક ગણ તથા મોટીસંખ્યામાં ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા....

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..