Back

રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ઓલ ઈન્ડિયા પયામે ઈન્સાનીયત ફામ દ્વારા ફુ્ટ વિતરણ કરાયું

રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ઓલ ઈન્ડિયા પયામે ઈન્સાનીયત ફામ દ્વારા ફુ્ટ વિતરણ કરાયું


રાજુલામા આવેલ સરકારી હોસ્પિટલ ખાતે આજે AIPIF સંસ્થા દ્વારા દદીેઓને વિનામુલ્યે ફ્રુટનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ આ સંસ્થા ૨૨ જેટલા સ્ટેટમાં સેવાનું કાયઁ કરે છે તેમજ આ સંસ્થાના સ્થાપક મૌલાના અબુલ હસન અલીમીયા નદવીએ અલ્હાબાદથી આ તનજીમની શરુંઆત કરી હતી આ સંસ્થા માનવ સેવાના હરેક કાયઁ કરે છે જેમાં ફ્રુટનુ વિતરણ બ્લડ ડોનેશન કેમ્પ સ્કુલોમાં બાળકોને પુસ્તકો તેમજ પેન જેવા અનેક માનવ સેવાના કાર્યો કરે છે ત્યારે આજે રાજુલા સરકારી હોસ્પિટલ અને મધર હોસ્પીટલમા વિજપડી મૌલાના મુઝમ્મીલ તેમજ તેમની ટીમની માતેહતમા આ ફ્રુટ વિતરણ કરવામાં આવ્યુ હતુ આ તકે વિજપડી AIPIFની સમગ્ર ટીમ ડો સ્ટાફ તેમજ મિડિયા સ્ટાફનો પુરો સહકાર મળ્યો હતો તે બદલ મોલાના મુઝમ્મીલે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં પણ બ્લડ ડોનેશન તેમજ અન્ય માનવ સેવાના કાર્યો કરીશુ તેમ જણાવ્યું હતું

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..