Back

રાજકોટ:અનડીટેકટ ખુનના ગુન્હાનો ભેદ ગણતરીની કલાકમા ઉકેલી ૨-આરોપીઓને પકડી પાડયા

અહેવાલ : મિલન મહેતા ,રાજકોટ

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર(ઝોન-૧), તથા નાયબ પોલીસ કમમશ્નર મનોહરસિંહ જાડેજા(ઝોન-૨) તેમજ ડી.બી.બસીયા મદદનીશ પોલીસ કમિશ્નર(ક્રાઇમ) તથા મદદનીશ પોલીસ કમિશ્નર એસ.આર.ટંડેલ નાઓ દ્વારા ગઇકાલ તા.૦૩/૦૩/૨૦૨૧ ના રોજ રાજકોટ હોસ્પીટલ ચોક નજીક ઓવરબ્રીજનું કામ ચાલુ છે તે જગ્યાએ એસ.બી.આઇ, બેંક નજીક એક અજાણ્યા ઇસમની માથાના ભાગે ઇજા કરી હત્યા નીપજાવેલ હોવાનો બનાવ જાહેર થયેલ અને આ કામે મરણ જનાર તથા આરોપીની ઓળખ થયેલ ન હોય જે હત્યાના બનાવનો ભેદ ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચ તેમજ પોલીસ સ્ટેશન ની અલગ અલગ ટીમોને ગુન્હો ડીટેકટ કરવમા માટે સુચના કરેલ જેમા....

આ કામે હત્યાનો બનાવ બનતા તાત્કાલીક ઉચ્ચ અધીકારીઓ તથા સ્થાનીક પોલીસ તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમો સ્થળ વિજીટ કરેલી અને સુચના મુજબ બનાવ અનુસંધાને અલગ અલગ ટીમો બનાવેલ.


(૧) મરણ જનારની ઓળખ મેળવવા માટે કરેલ પ્રયત્ન

 • પ્રથમ આ કામે મરણજનારની ઓળખ થયેલ નહોય અને તેમની પાસેથી ફોન કે બીજા કોઇ આ- ઇડી પુરાવા મળેલ નહી પણ મરણજનારના ખીસ્સા માંથી એક મોબાઇલ નંબર વાળો કાગળ મળી આવેલ જે નંબર ઉપર ફોન કરતા જે વલ્લભભાઇ રાઘવભાઇ કોળી પટેલ રહે. પીપરડી (આલા ખાચર) તા.વીંછીયા જી. રાજકોટ વાળા હોવાનું અને તેઓને ફોન કરી પુછપરછ કરતા તેમજ મરણજનારનો ફોટો મોકલતા પ્રથમ તેઓ ઓળખી સકેલ નહીં પરંતુ બાદ માં ગામમાં પુછપરછ કરતા તથા ફોટો અન્ય ગ્રામજનોને બતાવતા તેઓએ આ ફોટો તેના ગામના કાળુભાઇ પાલાભાઇ પરમાર હોવાનું જણાવેલ આથી મરણજનારના દીકરાનો કોન્ટેક નંબર લઇ મરણજનાર ની ઓળખ થયેલ હતી.

(૨)બનાવની વિગત મેળવી

 • તેમજ આ કામે બનાવવાળી જગ્યા એ ઓવરબ્રીજનું કામ કાજ ચાલતુ હોય જેથી ત્યા આજુબાજુમાં કામ કરતા મજુરો મહીલાઓ વગેરેની મરણજનારનો ફોટો બતાવી પુછપરછ કરતા મરણજનાર તથા તેની સાથે બીજા બે વ્યકિતઓ એમ ત્રણ વ્યકિતઓને સાથે ઉભેલ હોવાનું જણાવેલ અને અંદરો અંદર ઝગડો કરતા અને મરણજનારના માથામાં પથ્થર મારેલા હતાં

(૩)આરોપીના નામ મળેલા

 • આ કામે મરણજનારના પુત્ર મારફતે તેના સગાનો કોન્ટેક થયેલ અને તેમણે તેમની સાથે અમીત જેઠવા તથા મયુરસિંહ ગોહીલ નામના બે વ્યકિતઓ હોવાનું જણાવેલ
 • આ કામે બનાવવાળી જગ્યાથી શંકાસ્પદ આરોપીઓના ટુંકા નામ જણાયેલ હોય જે નામ ઇ ગુજકોપમાં સર્ચ કરતા આરોપીનો ગુન્હાહીત ઇતીહાસ તેમજ આખુ નામ તથા ફોટો મળી આવેલ
 • ઇ-ગુજકોપ માંથી મળી આવેલ ફોટો તથા બનાવવાની જગ્યાની આજુબાજુ માંથી આરોપીઓના જણાયેલ વર્ણન આધારે આઇ-વે પ્રોજેટક સીસીટીવી ના ફુટેજ આધારે ગુન્હાનો ભેદ ઉકેલવા સારુ જરુરી માણસોને બેસાડી બનાવ સ્થળની આજુબાજુ ની જગ્યાના ફુટેજ ચેક કરવામાં આવેલ અને શંકાસ્પદ બે-ઇસમોના જણાય આવેલ અને બન વ ને જોડતી કડી મળી આવેલ
 • આઇ વે પ્રોજેકટ સીસીટીવી ફુટેજ માં જોવામાં આવેલ વર્ણન વાળા બે ઇસમોની અલગ-અલગ ટીમો દ્વારા શોધખોળ કરવા લાગેલા
 • દરમ્યાન પો.સબ.ઇન્સ, પી.એમ.ધાંખડા તથા ટીમના માણસો આરોપીઓ શોધી કાઢવા બાબતે પ્રયત્નશીલ હતા દરમ્યાન ટીમના કુલદીપસિંહ જાડેજા, નગીનભાઇ ડાંગર, પ્રદીપસિંહ જાડેજા,નાઓને મળેલ હકીકત આધારે એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.ન, ૧૧૨૦૮૦પ૦ર૧૦૭૦૪/૨૦૨૧ આઇ.પી.સી. કલમ ૩૦૨,૫૦૪, ૧૧૪, તથા જી.પી.એકટ કલમ ૩૭(૧)૧૩પ તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧)(S),૩(૨)(૫)(S),3(૨)(૫-A) મુજબના ગુન્હાનો ભેદ ઉકેલી બે આરોપીઓને કોર્ટ નજીક જુના ખટારા સ્ટેન્ડ પાસેથી પકડી પાડવામાં આવેલ છે.

» આરોપીઓઃ

 • (૧) મયુરસિંહ સહદેવસિંહ ગોહીલ, જાતે-દરબાર,ઉ.વ.-૩૪ ધંધો-હોટલમાં નોકરી રહે. હાલ વટામણ તારાપુર વચ્ચે વરસરા ગામ અંજલી હોટલ, જી. અમદવાદ તથા જામનગર રોડ વોરા સોસાયટી પાછળ કૃષ્ણનગર શેરી નંબર -૧ રાજકોટ મુળ રહે. ત્રાપજ ગામ તા.તળાજા જી.ભાવનગર
 • (૨) અમીત ભગવાનજીભાઇ જેઠવા જાતે-ધોબી ઉ.વ. ૩૫ ધંધો-હાલ કાઇ નહી રહે. કોઠારીયા રોડ દેવપરા શેરી નંબર-૨, રાંદલ વવધ્યાલય વાળી શેરી રાજકોટ


> મરણ જનાર

 • કાળુભાઇ પાલાભાઇ પરમાર જાતે-અનુસુચીત જાતી ઉ.વ. ૫૦ રહે. પીપરડી ગામ (આલા ખાચરનું) તા. વીછીયા જી. રાજકોટ

> ગુન્હાની વિગત

આ કામે આરોપી મયુરસિંહ ના પિતા સહદેવસિંહ મહીપતસિંહ ગોહીલ આશરે અઢી વર્ષ પહેલા રાજકોટ કેસરીહીંદ પુલ પરથી આજી નદીમાં પડી જતા મરણ ગયેલ હતા તે બાબતે બી ડીવીઝન પોલીસ સ્ટેશન માં અકસ્માત મોત દાખલ થયેલ અને સહદેવસિંહ ને દારૂ પીવાની ટેવ હોય અને તે સમયે આ કામે મરણજનાર કાળુભાઇ પાલાભાઇ પરમાર તથા સહદેવસિંહ તેમજ અન્ય બીજા લોકો એક સાથે બેઠક હોય અને હોસ્પીટલ ચોક તથા કેસરીહીંદ પુલ આજુબાજુ બધા મળતા રહેતા અને સાથે બેસતા હતા અને આ સહદેવસિંહ ગોહીલ પુલ ઉપરથી નીચે આજીનદીમાં પડી ગયેલ અને મરણ ગયેલ તે બાબતે આરોપી મયુરસિંહ ને શંકા હોય કે પોતાના પિતાને કોઇએ ધકકો મારીને પાડી અને મારી નાખેલ છે, અને આરોપી મયુરસિંહ સહદેવસિંહ ગોહીલ કે જે હાલ વટામણ-તારાપુર વચ્ચે આવેલ અંજલી હોટલમાં કામ કરે છે પણ અવાર નવાર રાજકોટ આવતા હોય અને હોસ્પીટલ યોકની આજબાજુ તેની બેઠક હોય અને બે દીવસ પહેલા રાજકોટ આવેલ અને તે તથા તેનો મીત્ર અમીત ભગવાનજીભાઇ જેઠવા ની પણ હોસ્પીટલ ચોક મા બેઠક હોય બંન્ને ત્યા અવાર નવાર મળતા રહેતા અને આ કામે મરણજનાર કાળુભાઇ પાલાભાઇ પરમારની પણ હોસ્પીટલ ચોક આજુબાજુ બેઠક હોય અને આજરોજ સાંજના આશરે પાંચેક વાગ્યે આ મયુરસિંહ તથા અમીત ત્યા હોસ્પીટલ ચોક નજીક હતા ત્યારે મયુરસિંહ અને કાળુભાઇ અઢી વર્ષ પછી પ્રથમ વખત રૂબરૂ મળેલા અને પોતે કાળુભાઇ ને પોતાના પિતા ખેરખર કેવી રીતે મરણ ગયેલ અને પુલ ઉપરથી કઇ રીતે પડી ગયેલ કોણે ધકકો મારેલ તે બાબતે પુછ પરછ કરતા મરણજનાર પોતે કાઇ નહીં જાણતા હોવાનું જણાવેલ જેથી આ બાબતે બંન્ને આરોપીઓ તથા મરણજનાર વચ્ચે બોલાચાલી અને ગાળા ગાળી થતા બંન્ને આરોપીઓએ મળી ત્યા નજીક મા રહેલ મોટા પથ્થરા વડે મરણજનાર ને માથામાં તથા શરીરે ઇજા કરી મરણજનાર નું મોત નીપજાવેલ છે.

> આરોપીઓનો ઇતીહાસ -

 • (૧) મયુરસિંહ સહદેવસિંહ ગોહીલ

આ કામે આરોપી મથુરવસિંહ સહદેવવસિંહ ગોહીલ મોટા ભાગે રખડતુ ભટકતું જીવન ગાળે છે અને આશરે ત્રીસેક વર્ષ પહેલા રાજકોટ ખાતે રહેવા આવેલ અને તેના માતા નાનપણમાં અવશાન પામેલ અને પોતે પોતાના કાકા ગોવીંદસિંહ ઉર્ફે ગોવુભા મહીપતસિહ ગોહીલ કે જેઓ રાજકોટ જામનગર રોડ વોરા સોસાયટી પાછળ કૃષ્ણનગર મેઇન રોડ ઉપર રહે છે ત્યાં રહેતા અને ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરેલ અને બાદ રાજકોટ સદર બજાર મા આવેલ સંજય મેડીકલ એજન્સીમા નોકરી કરવા લાગેલ અને ત્રણેક વર્ષ સુધી નોકરી કરેલ અને બાદ રીક્ષા ચલાવવા લાગેલ અને આશરે છેલ્લા સાતેક વર્ષથી ઘર મુકી દીધેલ અને અલગ અલગ જગ્યાએ રહી રીક્ષા ડ્રાઇવીંગ તથા મેળામાં પાન-માવાની દુકાનો મા કામકાજ કરવા લાગેલ અને ત્યાંથી આશરે ચારેક વર્ષ પહેલા તેની ઓળખાણ આ અમીત ભગવાનજીભાઇ જેઠવા સાથે થયેલ બંન્ને મીત્ર બનેલ અને હાલ આશરે છેલ્લા બે વર્ષથી તારાપુર-વટામણ ની વચ્ચે વરસરા ગામ પાસે ભયલુભા ગોહીલની અંજલી હોટલ આવેલ છે તેમાં કામ કરે છે અને મોટા ભાગે રખડતુ ભટકતુ જીવન જીવે છે અને બે દીવસ પહેલા રાજકોટ આવેલ હતાં

 • (૨) અમીત ભગવાનજીભાઇ જેઠવા

આ કામે આરોપી અમીત ભગવાનજીભાઇ જેઠવા જન્મથીજ કોઠારીયા રોડ દેવપરા શેરી નંબર-ર રાંદલ વિધ્યાલય વાળી શેરીમાં રાજકોટ ખાતે રહેતો અને પ્રથમ દેવપરા શાકમાર્કેટમાં બકાલાનો ધંધો કરતો અને બાદમાં રીક્ષા ચલાવતો અને આ દરમ્યાન આશરે ચારેક વર્ષ પહેલા આ મયુરસિંહ ગોહીલ સાથે ઓળખાણ થયેલ અને મીત્રતા થયેલ અને ત્યારબાદ બંન્ને અવાર નવાર મળતા રહેતા અને અમીત ભગવાનજીભાઇ પણ મોટા ભાગે રખડતુ ભટકતુ જીવન જીવતો અને કોઇ જગ્યાએ મેળામાં અથવા છુટક મજુરી કામ કરતો અને હોસ્પીટલ ચોકમાં તેની બેઠક હોય અને અવાર નવાર ત્યા મયુરસિંહ ને મળતો અને આ કાળુભાઇ પરમાર ની પણ વર્ષોથી હોસ્પીટલ ચોકમા બેઠક હોય અને અવાર નવાર રાજકોટ આવતા અને રોકાતા તેની સાથે પણ ઓળખાણ થયેલ હતી.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..