Back

રાજકોટ: શાપર નજીક ડામર કામ કરતા જેસીબીનાં ચાલકને ચાર શખ્સોએ પાઇપ વડે ધોકાવ્યો.

અહેવાલ : મિલન મહેતા, રાજકોટ

શાપર-વેરાવળની સર્વોદય સોસાયટીમાં રહેતા રામજીભાઇ પોપટભાઇ ખમાણી(કોળી) (ઉ.વ.3ર) નામનો યુવાન શાપર અને રીબડા નજીક જેસીબીથી ડામર કામ કરી રહ્યો હતો ત્યારે ત્રણથી ચાર શખ્સોએ ઝઘડો કરી પાઇપ વડે માર મારતા તેને તુરંત જ રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. રામજીભાઇ જેસીબી ચલાવવાનું કામ કરે છે. બનાવ અંગે શાપર પોલીસે કાર્યવાહી કરી છે. અન્ય બનાવમાં પારડીમાં શીતળા માતાજીના મંદિર પાસે રહેતા સિકંદર શ્રીભીમાજી (ઉ.વ.ર8) ને રાત્રીના સમયે અરૂણ, અમીત અને શૈલેષ માર મારતા રાજકોટની સિવિલમાં ખસેડાયો છે. આ અંગે કારણ જાણવા પોલીસે કાર્યવાહી કરી હતી.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..