Back

રાજકોટ: શાપર પાસે ત્રીપલ સવારી બાઇકને ટ્રકે હડફેટે લેતા પતિની નજર સામે પત્નીનું મોત : પુત્રને ઇજા

રાજકોટના ગોકુલધામ પાસે રહેતા પટેલ દંપતિ અને પુત્ર શાપર સબંધીને ત્યાં બેસીને પરત આવતા’તા : પરિવારમાં અરેરાટી

રાજકોટમાં રહેતુ પટેલ દંપતિ અને પુત્ર શાપર સબંધીના ઘરે બેસી ત્રીપલ સવારી બાઇકમાં બેસી પરત ફરતુ હતુ ત્યારે શાપરની ખોડીયાર હોટેલ પાસે અજાણ્યા ટ્રકના ચાલકે બાઇકને હડફેટે લેતા પતિની નજર સામે પત્નીનું મોત નિપજયું હતું જયારે પિતા પુત્રને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે શાપર પોલીસ મથકમાં સ્ટાફે કાર્યવાહી આદરી છે.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગોકુલધામ પાસે ગીતાંજલી સોસાયટીમાં રહેતા ગોપાલભાઇ લક્ષ્મીદાસ અઘેરા (ઉ.વ.પર) (પટેલ), તેમના પત્ની મધુબેન (ઉ.વ.પ0) અને પુત્ર યોગેશ (ઉ.વ.ર1) એમ ત્રણેય ત્રીપલ સવારી બાઇકમાં બેસી રાત્રીનાં સમયે શાપરથી રાજકોટ આવતા હતા ત્યારે શાપરની ખોડીયાર હોટેલ નજીક પુરઝડપે આવી રહેલા ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઇકમાંથી દંપતિ અને પુત્ર દૂર સુધી ફંગોળાયા હતા ત્યાં 108 મારફતે તેમને તુરંત જ રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. જેમાં મધુબેનને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ, ગોપાલભાઇને સંતાનમાં બે દીકરા એક દિકરી છે. તેમને લક્ષ્મીનગર મેઇન રોડ પર ઓટો ગેરેજ છે.શાપર મધુબેનના બહેનને ત્યાં બેસીને ઘરે પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો. આ અંગે શાપર પોલીસે કાર્યવાહી કરી હતી.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..