Back

કાલોલ ડેરોલસ્ટેશન રોડ પર આવેલ પાલિકા કોમ્પલેક્ષ સામે એક ટ્રક બંધ થતાં મોટા વાહનો અટવાયાં.

પંચમહાલ કાલોલ

રિપોર્ટર સાજીદ વાઘેલા

કાલોલ શહેરના નગરપાલિકા કોમ્પલેક્ષ સામેથી પસાર થતાં ડેરોલસ્ટેશન રોડ પર છેલ્લા એક મહિનાથી ભુગર્ભ ગટર યોજનાનું કાર્ય થઈ રહ્યુ છે. આવા સિંગલ પટ્ટીના રોડની એક સાઈડ પર ગટરનાં કામકાજ માં ઉપયોગ માં લેવાતાં સિમેન્ટના ભુગળા પડેલ છે.આ ભુગર્ભ ગટર યોજનાનું મંદગતિએ ચાલતી કામગીરી સામે આ રોડ પરથી પસાર થતાં રાહદારીઓ તેમજ નજીકના દુકાનદારોની ધુળની ડમરીઓનો સામનો કરવો પડતો હોય છે.આ રોડ પર ચાલતી કામગીરીને કારણે આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યાઓ લઈ સ્કુલ અને નોકરીયાત વર્ગના લોકોને આવન-જાવન સમયે મુશ્કેલી રૂપ નિવડતી હોય છે. ત્યારે ગતરોજ આ સમસ્યા બુધવાર મોડી સાંજે સામે આવી જે એક ટ્રક ચાલકની ટ્રક બિલકુલ ભુગર્ભ ગટર યોજનાની કામગીરી સામે બંધ થઈ ગઈ હતી.જેના કારણે આ રોડ પર ચાલતાં કોરીઓના ડમ્ફર તથા ભારે વાહનોની કતારથી રોડ શો જેવું નજારો જોવાં મળ્યો હતો.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..