Back

પાવાગઢ મંદિર ખાતે મહાકાલી માતાના દર્શનનો લાભ 8-3-21થી 13-3-21સુધી માઈભકતો નહી લઈ શકે.જાણો કેમ?

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી


સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના વૈભવી અને વિશાળ  મંદિરના નિર્માણ ની કામગીરી હાલમાં પુરજોશમાં ચાલી રહી છે જ્યારે સાથોસાથ મંદિરના આસપાસના વિસ્તારમાં વિકાસ કામગીરી તેમજ મંદિર સુધી જવા માટે નવીન પગથિયા બનાવવાનું કામગીરી ચાલી રહી છે જેને લઇ આગામી દિવસોમાં આવનાર ચૈત્રી નવરાત્રીના પાવન દિવસો ને ધ્યાને લઇ ચૈત્રી નવરાત્રિમાં માતાજીના ભક્તો ને કોઈ અગવડ ન પડે તે માટે અને સુચારુ રૂપ થી માઇભકતો મહાકાળી માતાજીના દર્શન કરી શકે તેના આગોતરા આયોજનના ભાગરૂપે આગામી તારીખ 8/3/2021 ના સોમવારના રોજથી તારીખ 13/3/2021  શનિવારના રોજ સુધી 6 દિવસ માટે માતાજીના દર્શન માઈ ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવ્યો છે જ્યારે તારીખ 14/3 / 2021 ના રવિવારથી માઇભકતો પાવાગઢ ખાતે પધારી માતાજીના દર્શન રાબેતા મુજબ કરી શકશે તે માહિતી પણ મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી જ્યારે ભાવિક ભક્તો માતાજીના વર્ચ્યુઅલ દર્શન ઓનલાઇન કરી શકે તે માટે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા જોગવાઈ કરવામાં આવી છે જેમાં મંદિરની વેબસાઈટ www.pavagdhtemple.in ઉપર માતાજીના લાઈવ દર્શનનો લ્હાવો લઈ માઇ ભક્તો માતાજીના ઓન લાઈન દર્શન કરી શકે છે.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..