Back

વેલેન્ટાઇન ડે - પ્રેમનો દિવસ કે પ્રેમનો તહેવાર... - મોનાલી સુથાર

વેલેન્ટાઈન ડે કેટલા વર્ષોથી આપણે મનાવતા રહ્યા છીએ,  પ્રેમનો દિવસ કહો, અઠવાડિયું કહો, કે તહેવાર કહો  પ્રેમ ને લાગણી જતાવવાનો બસ એક જ દિવસ કેમ, પ્રેમ ને લાગણી તો કાંઈ વન ટાઈમ ગોલ થોડી છે, કેમ આપણે એવું માની લઈએ છીએ કે બસ આ એક જ વેન ટાઈમ ગોલ અફેર થાય એટલે થપ્પો લાગી જાય પછી ઇગ્નોર મારો પછી બીજું બધું મહત્વનું થઈ જાય છે, અને આપણે એના માટે સમય જ ન રહ્યો હોય. પ્રેમ આપવો અને જતાવવો એ તો અવિરત પ્રક્રિયા છે, એને એક દિવસ માં પુરી કેમ કરી શકાય. લગ્ન પછી ઘણા બધાની એક જ ફરિયાદ હોય છે કે હવે શું વેલેન્ટાઈન ડે, લગ્ન પછી એવું બધું કાઈ ના હોય પણ મારો હંમેશા એક જ સવાલ રહયો છે કેમ,વાત સાચી છે કે લગ્ન પહેલા અને લગ્ન પછી ના જીવન અને રિલેશન બંનેમાં બહુ જ ફરક છે એ વાત 100 % ની વાત છે કેમ કે  જવાબદારી વગરનો પ્રેમ અને જવાબદારી સાથેનો પ્રેમ હોય.

લગ્ન પછી બીજું ઘણું બધું ઉમેરો થતો હોય છે, એ બધાના માટે એ વધારે જરૂરી હોય છે કે આપણે એને લાગણી અને પ્રેમનો ઉમેરો કરીને એને સીંચતા રહીએ એ જ સારું છે.


વેલેન્ટાઈન ડે એક નવી નજરે, મને હમેશા થતું રહ્યું કે કેમ બસ આ દિવસ ખાલી આ પતિ પત્ની ને જુગલ જ માનવતું રહ્યું છે, તો જેમની પાસે જુગલના હોય એ શું કરતા હશે એ કેમ ના મનાવી શકતા હોય, પ્રેમ તો બધાના માટે માટે હોય ને પ્રેમ ને લાગણી અવિરત પણે તો આપણને કોઈની પણ પાસેથી મળી શકતી હોયને તો કેમ આપણે એમના સાથેના મનાવી શકીએ એમને ના કહી શકીએ, તો ચાલો આજે એક નવી રીત કરીએ વેલેન્ટાઈન તો કોઈ પણ બની  શકે જે પ્રેમ આપે લાગણી આપે અને અવિરત પણે આપે, એ બધા જ, મનાવો તહેવાર એ બધાની સાથે મનાવીએ.

પ્રેમનો તહેવાર અને લાગણીનો તહેવાર આપતા રહો લેતા રહો જીવતા રહો...

ખુશ રહો મસ્ત રહો.....

મોનાલી સુથાર

Concept Of Living

Monalisuthar1210@gmail.com

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..