Back

અમદાવાદ માં વરસાદ ની ધમાકેદાર બેટિંગ ઘણી જગ્યાએ પાણી ભરાયા

અમદાવાદમાં વહેલી સવારે 4 થી 8 સુધી સામાન્ય વરસાદ રહો  હતો. 9 વાગ્યા બાદ મેઘરાજાએ અમદાવાદને ઘમરોળવાનું શરૂ કરતા લોકોને  ધંધા-રોજગારમાં જવા માટે ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો.તો બીજી તરફ ભરે વરસાદને કારણે જગ્યા જગ્યા એ ટ્રાફિક જામ ના દ્રશ્ય સર્જાયા હતા અને શહેર માં વિઝિબિલિટી પણ ડાઉન થઇ ગઈ હતી. અમદાવાદનો સવારનો માહોલ જોતા લાગી થયું હતું કે, સાંજ પડી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.અમદાવાદ શહેર માં સાબરમતી, વિરાટનગર, ઓઢવ, સિંગારવા, પાલડી, વાડજ, બોપલ, શાહીબાગ, હાટકેશ્વર, રખિયાલ, બાપુનગર, અખબારનગર, દાણીલીમડા, નારોલ, નરોડા, વટવા, ચાંદખેડા, રામનગર, ઘાટલોડિયા, પેહલાદનગર, જેવા વિસ્તાર માં જોરદાર વરસાદ વરસાદ તા ઠેર ઠેર પાણી ભરાય જવાના બનાવ બન્યા લોકો ને ઘણી સમસ્યા નો સામનો કરવો પડ્યો હતો અને આ વાત પરથી અમદાવાદ તંત્ર ની મોન્સૂન પ્લાનિંગ ની વાતો માત્ર કાગળ પર જ છે અને તંત્ર એકદમ નિષ્ફળ સાબિત થયું હતું લોકો માં મોટા ભાગે તંત્ર સામે રોસ જોવા મળી રહો છે 


રિપોર્ટર રાજેશ કાંગસીયા. 8128472392

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..