Back

પ્રવીણ રામે પોલીસ કોન્સ્ટેબલ ના મુદ્દે જાહેર કર્યા આગામી પ્રોગ્રામો


પોલીસ કોન્સ્ટેબલ જેવી સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં વિલંબના મુદ્દાને લઈને પ્રવીણ રામ ૩ દિવસ ચલાવશે ટ્વીટર અભિયાન

 

બીન સચિવાલય ક્લાર્ક મુદ્દે તેમજ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સમય મર્યાદા માં પૂર્ણ થાય એ માટે 19 તારીખના રોજ આંદોલનકારી પ્રવીણ રામે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સામે ધરણાંનો કાર્યક્રમ રાખ્યો હતો પરંતુ ધરણા પહેલા જ સરકારે બીન સચિવાલય મુદ્દે વિધાર્થીઓના હિતમાં નિર્ણય લઈ લેતા આંદોલનકારી પ્રવીણ રામે સરકારનો આભાર માની 19 તારીખનો ધરણા નો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે પરંતુ પોલીસ કોન્સટેબલ ,ફોરેસ્ટ ગાર્ડ, ટેટ ટાટ જેવી ભરતી પ્રક્રિયામાં વિલંબ ના મુદ્દા બાબતે સરકાર દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે આંદોલનકારી પ્રવીણ રામે કોન્સ્ટેબલ,ફોરેસ્ટ ગાર્ડ અને ટેટ ટાટ ની ભરતી પ્રક્રિયા તાત્કાલિક ધોરણે પૂર્ણ થાય એ માટે 20/10/19 થી 22/10/19 સુધી ટ્વીટર અભિયાનની જાહેરાત કરી છે ,ટ્વીટર અભિયાનના આ ત્રણ દિવસ યુવાનો પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી પ્રક્રિયા તાત્કાલિક ધોરણે પૂર્ણ થાય એ માટે મુખ્યમંત્રીશ્રી અને પોલીસ ભરતી બોર્ડ ના વિકાસ સહાય સાહેબશ્રી ને ટ્વીટ કરશે તેમજ સાથે સાથે ફોરેસ્ટ ગાર્ડ અને ટેટ ટાટ ના યુવાનો પણ પોતાની માંગ સાથે મુખ્યમંત્રીશ્રીને ટ્વીટ કરશે અને ત્યારબાદ પણ સરકારશ્રી દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં નહિ આવે તો દિવાળી પછી પોતાના ધારાસભ્ય, સાંસદ સભ્યોને આવેદન આપવાનો તેમજ ગાંધીનગર ખાતે મોટી સંખ્યા માં એકઠા થવાના પ્રોગ્રામ નું પણ આયોજન કરવામાં આવશે જેમની તારીખો પણ ટૂંક સમયમાં મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવશે તેમજ આ પ્રોગ્રામોની વચ્ચે વિકાસ સહાય અને મુખ્યમંત્રી ને પ્રવીણ રામ રૂબરૂ મળી આ તમામ યુવાનોના પ્રશ્નોને વાચા આપવાનો પણ પ્રયાશ કરવામાં આવશે

 

                  

 

 

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..