Back

સંબંધો પ્રેમ ને આધીન કે શરતો ને !!?? મોનાલી સુથાર

"સંબંધો " નામ સાંભળીને જ કેટલું અજીજ લાગે છે.ભગવાન કહો પરમાત્મા કહો તમે જે માનતા હોવ એ, એની બધી બનાવટોમાં સૌથી સારી અને સુંદર બનાવટ છે માણસની. માણસ એક સામાજિક પ્રાણી છે, આવુ આપણે જ્યારે નાના હતા ત્યારે ભણતા હતા,પણ આનો મતલબ ખબર પડી છે ખરી.


જન્મ્યા ત્યાં થી માનો પાલવ, પાપાનો ગુસ્સો, બા-દાદા-દાદી-કાકા-કાકી કેટલા સંબંધો, બસ જ્યાં આપણને પ્રેમ અને હૂંફ મળે છે, ક્યાંક વાંચ્યું હતું કે  પરિવાર એક એવી જગ્યા છે જ્યાં ભલે તમે ગમે એવી ભૂલ કરો પણ ત્યાં તમને હંમેશા હૂંફ અને રસ્તો મળી રહે, માર્ગદર્શન મળી રહે.


પરંતુ આજની ફાસ્ટ લાઇફસ્ટાઇલમાં, સોશ્યિલ મીડિયા, મોર્ડન ના નામ પર વધતું  ગાંડપણ, બરાબરી ના ચક્કરમાં ભુલાતા સંસ્કાર, મિલકત  અને પૈસા ના નામ પર  છુટા પડતા નાના પરિવાર શુ આ બધું આપણને ખુશી આપે છે????


પ્રેમ અને ખુશી આજ માં જ મળે છે, કાલ કોણે જોઈ છે, પ્રેમ એ તો દિલ ચીરી ને રામ પણ બતાવી દીધા હતા, અને અભિમાન-અહંકાર માં તો રાવણ નું પણ પતન  થયું હતું તો આપણે તો માત્ર પામર માનવી છીએ.


સો વાતની એક વાત આપણા પહેલા કરોડો જીવી ગયા  છે, આપણા પછી પણ કરોડો જીવશે, પણ તમે બસ આ એક જ જીવન મળ્યું છે બાંધી લો પ્રેમથી બધું ને પૂરતા રહો લાગણીનું તેલ એમા, બીજા બધા રસ્તા એની જાતે જ મળતા જશે સમય સાથે.


ખુશ રહો મસ્ત રહો.


Monali Suthar

Concept Of living

Monalisuthar1210@gmail.com

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..