Back

અમદાવાદમાં રાતથી મુશળધાર વરસાદ

રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિના પગલે અમદાવાદ શહેર જળબંબાકાર 


જ્યારે પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો બોડકદેવ, ગોતા, વસ્ત્રાપુર, સિંધુભવન, સાયન્સ સીટી, ઘાટલોડીયા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે. રાતથી પડી રહેલા મૂશળધાર વરસાદના કારણે શહેરના 4 અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યાં છે. 

 હવામાન વિભાગ દ્વારા હજી પણ આગામી 36 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. 

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારના બોડકદેવ, એસજી હાઇ, પકવાન ચાર રસ્તા, વસ્ત્રાપુર, માનસી, શિવરંજની વિસ્તારમાં પાણી ભરાયાં છે.

અમદાવાદ શહેરમાં આવેલી શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે. 

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..