Back

ગુજરાત માં દીકરીઓ બની અસલામત એક જ રાતમાં ત્રણ બળાત્કાર કેશ નોધાયા

અન્યો રાજ્યની સાપેક્ષ ગુજરાત પણ મહિલાઓ અને દીકરીઓ માટે અસલામત બનતું જાય છે ગત રાત્રિએ જ બાળત્કારની ત્રણ ઘટના સામે આવી

ઘટના 1

રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પર રહેતા શ્રમિક પરિવારની બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ. બાબરાનો શ્રમિક પરિવાર શહેરના ૮૦ ફુટના રોડ પર ઝૂપડાની અંદર સૂતો હતો ત્યારે તેમની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ રોડના પુલ નીચે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું જેથી ગંભીર ઇજાઓ પહોંચતા નરાધમ બાળકીને તેના ઝુપડાથી થોડે દુર રેઢી મૂકી જતો રહ્યો હતો. ત્યારે ઘાયલ થયેલી બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાથી શહેરમાં ચકચાર જાગી

ઘટના 2

સુરતનાં સલાબતપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પતિ છેલ્લા લાંબા સમયથી તેની 11 વર્ષની દીકરી સાથે અવાર નવાર બળાત્કાર ગુજારતો હતો. જોકે પતિનાં મૃત્યું બાદ આ મહિલાએ બીજા યુવક સાથે લગ્ન કર્યા હતા. આ મહિલા કામ અર્થે બહાર ગઈ હતી અને પછી આવી ત્યારે તેનો પતિ કઢંગી હાલતમાં જોવા મળ્યો હતો. જોકે, તેને પતિ પર શંકા જતા પોતાની 11 વર્ષની દીકરીને બોલાવી સમજાવી અને તેને બધી વાત પૂછી હતી.

ઘટના 3

વડોદરા શહેરના નવલખી કમ્પાઉન્ડની ઝાડીઓમાં ૧૫ વર્ષની કિશોરીને ગઇકાલે રાત્રે ખેંચી જઇ બે જણાંએ રાત્રે દુષ્કૃત્ય આચર્યુ હતુ. દુષ્કૃત્ય અચારનારના પંજામાંથી કિશોરીને છોડાવવા માટે તેના ફિયાન્સે પ્રયત્ન કરતા તેને પણ આરોપીઓએ માર મારીને ભગાડી મુકયો હતો આ પિશાચી કૃત્ય આચરનારા કિશોરીને લોહીથી લથપથ હાલતમાં છોડીને ભાગી છુટયા હતા.

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..