Back

આમ આદમી પાર્ટી પચ્છિમ કચ્છ દ્વારા મહાત્મા ગાંધી ની 150 મી જન્મજ્યંતિ ની ઉજવણી કરાય

આજ રોજ *2જી ઓકટોબર 2019* ના રોજ *આમ આદમી પાર્ટી- પશ્ચિમ કચ્છ* દ્વારા ભુજ મધ્યે ભારતનાં રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી *"ગાંધીજી" ની 150મી જન્મજયંતિ* ઉજવવામાં આવી.

આ કાર્યક્રમ માં પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ નિતેષ ધુવા, ઉપ પ્રમુખ ડૉ નેહલભાઈ વૈદ્ય, સહ મંત્રી ગિરિરાજસિંહ જાડેજા, ભુજ શહેર પ્રમુખ લાલભાઈ ઠાકોર, ઉપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા,cyss પ્રમુખ વરુ તેમજ કાર્યકરો સજીદભાઈ મલેક, સહદેવસિંહ જાડેજા સહિતના એ ગાંધી પ્રતિમાને સૂતર ની આંટી અને ફુલહાર પહેરાવી ઉજવણી કરવામાં આવી.

તદુપરાંત ભુજ શહેર પ્રમુખ લાલાભાઈ ઠાકોરે વ્યસનમુક્તિ ના બેનરો સ્વહસ્તે, સ્વખર્ચે બનાવી ગાંધી જયંતી ઉપલક્ષે જાગૃતતા કાર્યક્રમ કર્યું. સાથે સાથે cyss ના પ્રમુખ અને NCC ના કેડેટ પ્રિયેશ વરુ એ વ્યસનમુક્ત અને સ્વચ્છતા અર્થેની પ્રતિબદ્ધતાઓ અને વચનોનું વાંચન કર્યું હતું.

રિપોર્ટર. રાજેશ કાંગસીયા. 8128472392


અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..