Back

સોની સબ પર જીજાજી છત પર હૈમાં શું ઈલાયચીને પિંટુ ભાભીની હત્યામાં જેલભેગા થવું પડશે?

ઈલાયચી કે લાઈફ મેં તંટે હો રખે હૈ! ઈલાયચી ટૂંક સમયમાં જેલમાં જાય એવું જોખમ છે, પરંતુ તેણે ખરેખર એવું શું કર્યું છે? સોની સબ પેટ પકડાવીને હસાવતા કોમેડી શોમાં ઈલાયચી (હિબા નવાબ) અને ઈન્સ્પેક્ટર પિંકી (નવીન બાવા) વચ્ચે રસપ્રદ સંતાકૂકડી જોવા મળશે, જેમાં ઈલાયચી પિંટુ ભાભી (હરવીર સિંહ)ની હત્યાના ગંભીર આરોપમાં જેલમાં જવાથી પોતાને બચાવવા માટે હાસ્યસભર પ્રયાસ કરતી જોવા મળશે.

ઈલાયચી પંચમ (નિખિલ ખુરાના)ને એકધારી રીતે પોતાની નજીક રાખવા અને તેની સાથે લગ્ન કરવા માટે પિતાની મંજૂરી મેળવવા માટે જાતજાતની તરકીબો અજમાવે છે, જે હવે હદની પાર ગઈ છે. પંચમ અને  પિંટુને બરસાતીમાંથી હાંકી કાઢ્યા પછી તેઓ સંજના અને સંજીવના નવા સ્વાંગમાં મુરારી (અનુપ ઉપાધ્યાય)માં ઘરમાં ફરીથી પ્રવેશ કરે છે.

નટખટ ઈલાયચી એવો નુસખો લડાવે છે કે પિંટુ ભાભીનું એક ટેકરી પરથી ધક્કો મારવાને લીધે મૃત્યુ થાય છે, જેની તે ફિલ્મ પણ ઉતારે છે. તેનો ઉદ્દેશ પિંટુના મૃત્યુ માટે મુરારી પર આરોપ કરવાનો અને નવી પત્ની માટે પૂછવાનોછે. બીજી બાજુ ઈન્સ્પેક્ટર પિંકી ગોપનીય રીતે ઈલાયચી દ્વારા પિંટુ ભાભીને ધક્કો મારવામાં આવે છે તે જુએ છે, જેનાથી ઈલાયચી સાવ અજાણ છે.

ઈન્સ્પેક્ટર પિંકી ઈલાયચીના ઘરમાં પહોંચે છે અને તેણે પિંટુ ભાભીની હત્યા કરતો શૂટ કરતો વિડિયો કબજામાં લે છે. ઈલાયચી ભાગી જતાં મુરારીને આંચકો લાગે છે.

શું ઈલાયચીને જેલમાં જવું પડશે? આમાંથી તે પોતાને કઈ રીતે બચાવી શકશે?

ઈલાયચીની ભૂમિકા ભજવતી હિબા નવાબે જણાવ્યું હતું કે ઈલાયચી મુશ્કેલીમાં છે. અજ્ઞાત રીતે તે કાયદા સાથે રમત કરે છે અને હવે પિંટુ ભાભીના મૃત્યુમાં તે મુખ્ય શકમંદ બની જાય છે. આગામી એપિસોડમાં અણધાર્યા વળાંકો આવશે અને ભરપૂર કોમેડી હશે. ઈલાયચી પોતાને કઈ રીતે બચાવે છે અને તે નવી ગૂંચમાં કઈ રીતે સપડાય છે તે જોવાની મજા આવશે.

ઈન્સ્પેક્ટર પિંકીની ભૂમિકા ભજવતો નવીન બાવા કહે છે, ઈન્સ્પેક્ટર પિંકી પાસે ઈલાયચી વિરુદ્ધ પુરાવા હોવાથી તેને જેલભેગી કરવા આતુર છે. એપિસોડમમાં પિંકીની બહુ ધમાલ જોવા મળવાની છે. દર્શકોની પ્રતિક્રિયા જોવા હું ઉત્સુક છે, કારણ કે ઈલાયચી પર હત્યાનો આરોપ છે અને વાર્તામાં અણધાર્યા વળાંકો આવવાના છે.

શું ઈલાયચીના ગતકડા તેની પર ભારે પડશે? વધુ જાણકારી માટે જોતા રહો જીજાજી છત પર હૈ, દર સોમવારથી શુક્રવાર, રાત્રે 9.30, ફક્ત સોની સબ પર.

 

 

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..