Back

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આરસીસી દીવાલ ઢાંકવા માટે 'કોનોકારપસ' પ્લાન્ટનો અનોખો પ્રયોગ...

અમદાવાદ માં સાબરમતી રિવરફ્રન્ટ આરસીસી ની દીવાલ દેખાય નહિ તેની માટે રિવરફ્રન્ટ કંપનીએ 100 મિટર ની દીવાલ પર 'કોનોકારપસ' પ્લાન્ટ દ્વારા નવો પ્રયોગ હાથ ધર્યો છે.એક મિટર દીવાલ નો ખર્ચ લગભગ 8 થી 9 હજાર રૂપિયા થાય છે.50 થી 52 ડીગ્રી ગરમીમાં પણ ટકી શકે એવા પ્લાન્ટ ગલ્ફ દેશમાં જોવા મળે છે.તે અંદાજે 20 થી 25 ફૂટ સુધી ઉંચે જાય છે માહિતી અનુસાર પક્ષીઓનું મેટિંગ પણ સરળતાથી થઈ શકે તેમ છે.આ દીવાલ ઉપર અનોખા પ્રયોગ દ્વારા એનો ગ્રોથ કેવો છે તે મુજબ ત્યાં રિવરફ્રન્ટની બધી જ દીવાલો ઉપર લગાવવા કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે.