Back

અમદાવાદ ટ્રાફિક પોલીસની ખોટી 'દાદાગીરી' ન ચાલી..

અમદાવાદ-મંગળવારે અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલિસની ખોટી 'દાદાગીરી' સામે આવી હતી.સૂત્રો અનુસાર ટ્રાફિક પોલીસ વિભાગની ક્રેન ગુરુકુળ રોડ પર નીકળી હતી.આ રોડ પરથી થોડુક જ બહાર પાર્ક કરેલું ટુ-વ્હીલર ક્રેન વાળાઓએ ટો કરી લીધેલ ત્યાર બાદ તે સમયે તે યુવતી પોતાનું ટુ-વ્હીલર થોડુક જ બહાર પાર્ક કરેલ હોવાથી તેમણે રૂ.100 દંડ નિયમ મુજબ ભરવા માટે તૈયારી દર્શાવી હતી પરંતુ ટ્રાફિક પોલીસે ટોઇંગ ના વધુ રૂ.250 માંગતા યુવતીએ ગાંધીગીરી કરી હતી અને 30 મિનિટ સુધી ક્રેનની આગળ ઉભી રહી ગઈ હતી.

આ સમગ્ર બનાવને જોતા જ આસપાસના વેપારીઓ એકઠા થઇ ગયા હતા અને ટ્રાફિક પોલીસ એ વધુ નાણાં લેવા માટે જે કહ્યું તેની સામે હુરિયો બોલાવેલ જેના કારણે ટ્રાફિક પોલીસએ દંડ લીધા વિના જ યુવતીને ટુ-વ્હીલર આપી દેવું પડ્યુ હતું.