Back

અમદાવાદ : મેટ્રોના પગલે અખબારનગરથી ન્યુ રાણીપ સુધીનો બીઆરટીએસનો માર્ગ બંધ કરાયો..

અમદાવાદ,

મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરીના કારણે અખબારનગર સર્કલથી ન્યુ રાણીપ બસ સ્ટેન્ડ સુધીના બીઆરટીએસ કોરિડોરનો મુખ્ય માર્ગ બંધ રહેવાનું જાહેરનામુ પોલીસે બહાર પાડયું છે. જેના કારણે બીઆરટીએસ બસને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેકટનું ચાલી રહેલા કામના કારણે શહેરમાં ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે.

મેટ્રો રેલ પ્રોજેકટના કામને લઇ કયાંય ટ્રાફિકની સમસ્યા ના થાય એ માટે શહેરના રૃટમાં કેટલાક ફેરફારનું ઇન્ચાર્જ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડયું છે. શહેરમાં મેટ્રો પ્રોજેકટ દરમિયાન અખબારનગર સર્કલથી ન્યુ રાણીપ બસ સ્ટેન્ડ સુધી બીઆરટીએસ કોરિડોરની રેલિંગથી સાડાચાર મીટર સુધીનો મુખ્ય માર્ગ બંધ રહેશે. જેના વૈકલ્પિક રૃટ માટે અખબારનગર સર્કલથી ડાબી બાજુ વળી વિશ્વ આર્કેડ પરથી જમણી સાઈડ વળવું પડશે.

પોલીસે ઈન્દિરાનગરથી મોટેરા રોડ પણ બંધ કરવા જાહેરનામુ બહાર પાડયું છે. આ રોડ પણ મેટ્રોના કામના કારણે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી બંધ રહેશે. તેના વૈકલ્પિક રૃટ તરીકે જનપથ ટીથી મોટેરા ગામ તરફ જઈ જમણી તરફ વળાંક લઈને ઓએનજીસી સર્કલથી વિસત પહોંચી શકાશે. તેવી જ રીતે ઈન્દિરાનગર ટીથી ઈન્ડસ હોસ્પિટલ રોડથી બીઆરટીએસ રોડથી ઓએનજીસી સર્કલથી પીવીઆર સિનેમાથી લેફ્ટ ટર્ન લઈ જઈ શકાશે.