Back

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષે નિધન, સ્ટર્લિંગ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ...

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલની તબિયત એકાએક લથડતાં 10 દિવસ પહેલાં તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યાં હતાં ત્યાર બાદ છેલ્લા બે દિવસથી તેમની તબિયત સુધરી જતાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું પરંતુ આજે એકાએક તબિયત વધુ લથડતાં તેમનું નિધન થયું હતું. કેશુભાઈ પટેલને અગાઉ કોરોના થયાં બાદ કેટલાક દિવસથી ફેફસાં અને હૃદયની પણ તકલિફ ઉભી થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં.

કેશુભાઈના નિધન બાદ તેમના પુત્ર ભરત પટેલે જણાવ્યું કે, કોરોના પછી તેમનું સ્વાસ્થ્ય કથળી રહ્યું હતું. સવારે ઓક્સિજન લેવામાં તકલીફ પડી, હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધારીની ચૂંટણી સભામાં જ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સિવાય દેશભરના નેતાઓ હાલ ટ્વીટ કરીને કેશુભાઈને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.

થોડા સમય પહેલા કેશુબાપાએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવતાં તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કેશુભાઈ પટેલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમ ક્વોરન્ટીન થયા હતા. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુબાપાના પુત્ર સાથે વાત કરી અને સારવારમાં કોઈ કચાસ નહીં રહે એવી ખાતરી આપી હતી.