Back

મતદાન પૂર્ણ:કોંગ્રેસ આચારસંહિતાની ફરિયાદ કરતી રહી અને રાજ્યમાં 5 વાગ્યા સુધી 53 ટકા મતદાન..

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠક માટે આજે( 3 નવેમ્બર) સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ થયું હતું. આ મતદાન સાંજના 6 વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં પુરું થઈ ગયું છે. બપોર બાદ 5 વાગ્યા સુધીમાં 53.28 ટકા મતદાન થયું હતું, જેમાં સૌથી વધુ મતદાન ડાંગ બેઠક પર 70.12 ટકા થયું હતું. સવારથી જ કોંગ્રેસ દ્વારા આચારસંહિતા ભંગની અલગ અલગ ફરિયાદો કરતી રહી તો બીજી બાજુ ભાજપે કોંગ્રેસને જવાબ આપવાને બદલે ભાજપ તરફી મતદાન થયા તેના માટે પ્રયત્ન કર્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પટેલ માટે આ પેટાચૂંટણી પરીક્ષા છે. જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા માટે આઠેઆઠ બેઠક બચાવવાનો પડકાર છે. 8 વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ 18.75 લાખ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 80 ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરી રહ્યા છે.

બપોરે 2 વાગ્યે મોરબી વિધાનસભા મતવિસ્તારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં પત્ની અંજલિબેન રૂપાણી ભાજપના કાર્યકર્તાઓ સાથે ભાજપતરફી મતદાન કરવા પ્રચાર-પ્રસાર કરી રહ્યાં હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આક્ષેપ સાથે કોંગ્રેસે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માગ કરી છે.

સવારે 9 વાગ્યે કરજણના ઇટોલા-ગોસીન્દ્રામાં મતદારોને રૂપિયાની વહેંચણીનો વિડિયો વાઈરલ થતાં કોંગ્રસે ભાજપે રૂપિયા વહેંચ્યા હોવાનો આક્ષેપ કરીને કાર્યવાહી કરવા માટે ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે મામલે તપાસના આદેશ આપ્યા છે

કરજણ બેઠકના સાધલી બુથ નં-198માં કોંગ્રેસના બુથ એજન્ટ અલ્તાફ રંગરેજને વગર કારણે વારંવાર બુથ છોડીને DYSP પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા કરે છે, તેવી ફરિયાદ કોંગ્રેસે ચૂંટણી અધિકારીને કરી છે.

ફરિયાદ 4

બપોરે 12 વાગ્યા લીંબડીના ઘેડી ગામે બોગસ મતદાનની ફરિયાદ કોંગ્રેસે પ્રિસાઈડિંગ ઓફિસર અને ડેપ્યુટી કલેક્ટરને ફરિયાદ કરી હતી.

ધારીમાં ભાજપ-કોંગ્રેસે ચૂંટણી જીતવા સુરતથી મતદારો ઉતાર્યા

ગઢડા બેઠક પર બંને પક્ષના ઉમેદવાર મતદાન નહીં કરી શકે, બંને ઉમેદવાર આયાતી

મોરબી માળિયામાં 20 જેટલી જગ્યાએ EVM ખોટવાયાંની ફરિયાદ ઊઠી

મોરબીમાં ભાજપનો ઉમેદવાર 10 હજાર મતથી જીતશે- મોહન કુંડારિયા

ગઢડા બેઠક પર એમ.એમ. હાઈસ્કૂલમાં EVM બંધ થતાં મતદારો મુશ્કેલીમાં મુકાયા

મોરબી-માળિયા બેઠક પર 20 જેટલાં EVM ખોટવાતાં તાત્કાલિક બદલવામાં આવ્યાં

કરજણ બેઠક પર 9 ઉમેદવાર, પરંતુ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

મિયાગામ કરજણ, દેથાણ અને સાપા ત્રણ સ્થળોએ EVM ખોટકાયાં

કરજણનાં તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવાયો

વૃદ્ધ, દિવ્યાંગ અને સગર્ભા મતદારોને મતદાન માટે અગ્રતા અપાઇ રહી છે

કપરાડામાં કોંગ્રેસ ઉમેદવારના મતદાન પહેલાં EVM ખરાબ થયું, તાત્કાલિક બદલવામાં આવ્યું