Back

કોરોના મામલે રાહુલનો મોદી પર કટાક્ષ, તાળીઓ વગાડવાથી કંઇ થવાનું નથી, આર્થિક પેકેજ આપો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના 290 જેટલા કેસ બાદ શહેરોમાં બંધની સ્થિતી ઉભી થઇ છે, 4 લોકોનાં મોત થઇ ગયા છે, મોદીએ રવિવારે જનતા કર્ફ્યુની અપીલ કરતા અત્યારથી બધુ જ બંધ જેવું દેખાઇ રહ્યું છે, મોદીએ લોક ડાઉન સાથે રવિવારે સાંજે 5 વાગ્યે કોરોના સામે લડનારા લોકોને તાળીઓ વગાડીને, ઘંટડી વગાડીને, થાળીઓ વગાડીને સન્માન આપવાની વાત કરી છે, તેના પર હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કટાક્ષ કરીને ટ્વીટ કર્યું છે કે તાળીઓ વગાડવાથી કંઇ થવાનું નથી, દેશને કોરોનાની મહામારીની સ્થિતીમાં આર્થિક પેકેજની જરૂર છે. 

રાહુલ ગાંધીએ કહ્યું કે કોરોનાના સંકટમાં નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ થઇ ગયા છે. લોકોને આર્થિક મદદની ખાસ જરૂર છે, જેના પર મોદી સરકારે ધ્યાન આપવું જોઇએ. જો કે મોદી સરકાર આર્થિક પેકેજની જાહેરાત કરી શકે છે, તેની તૈયારીઓ દેખાઇ રહી છે, તે સમયે જ રાહુલ ગાંધીએ આ વાત કરી છે