વિરમગામ શહેરમાં પત્રકાર મુન્ના વહોરા ની દિકરી ૯૯.૭૯ P.R સાથે ઝળકી
vatsalyanews@gmail.com
13-Jun-2020 10:02 AM
246
SSC બોર્ડ ની પરીક્ષા ના પરિણામ જાહેર થતા વિરમગામ શહેરમાં પત્રકાર મુન્ના વહોરા ની દિકરી ૯૯.૭૯ P.R સાથે ઝળકી
આરીફ
દિવાન દ્વારા...
માર્ચ ૨૦૨૦ માં લેવાયેલ ધોરણ ૧૦ SSC બોર્ડ ની
પરીક્ષા ના પરિણામ જાહેર થતા વિરમગામ શહેરમાં આનંદ મંદિર સ્કૂલ માં અભ્યાસ કરતી
અને વિરમગામ શહેર માં માલીવાડ વિસ્તારમાં રહેતા પિતા પત્રકાર મુન્નાભાઈ વોરા ની
દીકરી ફલક મુનવ્વરહુશેન ( મુન્ના વોરા) એ ૯૯.૭૯ પર્સનટાઈલ મેળવી સમગ્ર મુસ્લિમ
સમાજ વહોરા સમાજ તેમજ પરિવાર સહિત સમગ્ર વિરમગામ નું ગૌરવ વધાર્યું છે ત્યારે
દીકરી ના પિતા શ્રી મુન્નાભાઈ વોરા એ અખબારી યાદી ને જણાવ્યું હતું કે સખત પરિશ્રમ
અને અથાગ મેહનત કરી દીકરી ફલકબાનુ એ ૯૯.૭૯
પર્સનટાઈલ મેળવી ને વિરમગામ શહેર ની આનંદ મંદિર સ્કૂલ ખાતે તેમજ વિરમગામ શહેર માં
ત્રીજા ક્રમે તેમજ ઈકરા ગૃપ ટ્યુશન ક્લાસીસ માં પ્રથમ ક્રમે આવી પરિવાર નું નામ રોશન કર્યું છે ત્યારે સમગ્ર
પરિવાર માં ખુશી નો માહોલ છવાયો છે અને આ વાત વહેલી સવાર થી જ વિરમગામ શહેરમાં
વાયુવેગે પ્રસરી જતાં દીકરી ફલકબાનુબાનુ એ મેળવેલી સિદ્ધિ ને લોકોએ બિરદાવી હતી
અને દિવસભર ફોન મેસેજ સહિત સોશ્યલ મીડિયા
પર શુભેચ્છાઓ નો વરસાદ થયો હતો