Back

યુવાન નું અકસ્માત મા મુત્યું થતા ચક્ષુદાન કરવા મા અવ્યું.

ચીતલ ગામના યુવાન નું અકસ્માત મા મુત્યું થતા ચક્ષુદાન કરવા મા અવ્યું.

     અમરેલી તાલુકાના ચિતલ ગામ  મા વસતા દયાળભાઈ તાવેથિયા ના પુત્ર કેહુરભાઈ પોતાના મોટર સાઈકલ પર ચલાલા થી અમરેલી તરફ આવી રહ્યા હતા ત્યારે ગાવડકા પાસે શેત્રુંજી નદી ના પુલ પાચે કોઈ અજાણ્યા વાહન ચાલકે મોટર સાઈકલ ને ટક્ક મારી હતી જેથી કેહુરભાઈ સ્કુટર પર કાબુ રાખી શક્યા નહોતા અને રોડ પર પડી ગયાં હતા રાહદારી ઓ એ પોલિસ ને જાણ કરી હતી અને પોલિસ ૧૦૮ ની મદદ થી સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ લાવવામાં અાવ્યા હતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ફરજ પરના તબીબ દ્રારા મૂત જાહેર કર્યા હતા તા.૧/૧૧/૧૯ ના રોજ સાંજે લગભગ ૮ વાગ્યે કેહુરભાઈ નું અવસાન થયું હતું તેમના પોસ્ટમોર્ટમ બાદ તેમના પિતા,મામ,ભાઈ,બનેલી, વગેરે દ્રારા નેત્રદાન નો નિર્ણય કરવામાં આવેલ અને તેઓએ અમરેલી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.હરેશભાઈ યાદવ ના માધ્યમ થી આઈ-ડોનેશન એક્ટિવ કરતી સંસ્થા સંવેદન ગ્રુપ નો સંપર્ક કર્યો હતો આ નેત્રદાન સ્વીકારવા માટે સંવેદન ગ્રુપ ના પ્રમુખ વિપુલ ભટ્ટી, મુકેશ મંડોરા, ધમેન્દ્ર લલાડિયા, શૈલેશ ગેટિયા, સાથે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંસ ના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ સાથે ડો.ચિતલ પલાણ, મોહસીન બેલીમ, દર્શન પંડીયા, તથા અવિત પરીખે અડધી રાતે સેવા આપી હતી. 

       ચિતલ ના તાવેથીયા પરિવારે સુરત હીરા ઘસવાનું કામ કરતા ૩૦ વર્ષિય આશાસ્પદ યુવાન ના મૂત્યું બાદ કપરી પરિસ્થિતિમાં ચક્ષુદાન નો નિર્ણય કરી માનવતા મહેકાવી સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પુરુ પાડયું છે. અને તેઓ દ્રારા કરવા માં આવેલ નેત્રદાન બે અંધજનો ને જીવન મા રોશની લાવશે. મેહુલભાઈ વ્યાસ તથા સંવેદના ગ્રુપ ના સભ્યો એ ચક્ષુદાતા કેહુરભાઈ ના પિતા દયાળભાઈ મોટાભાઈ નિતિનભાઈ તથા અશોકભાઈ ને સાંત્વાના પાઠવી હતી. 

    ત્યારે ચમારડી થી ધીરુભાઈ પરમાર, હરેશભાઈ ધીરુભાઈ પરમાર, તથા પત્રકાર રાહુલભાઈ ધીરુભાઈ પરમાર ને આ સમાચાર મળતા દુ:ખ વેક્ત કર્યું હતું અને કેહુરભાઈ ના આત્માને શાંન્તિ મળે તેવી ભગવાન ને પ્રાર્થના કરી હતી સાથે તાવેથીયા પરીવાર પર આવેલ દુ:ખ ને સહન કરવા ની શક્તિ પ્રભુ આપે તેવી પ્રાર્થના પણ કરવા મા આવી છે. સાથે આ પરિવારે જે નેત્રદાન નો નિર્ણય કર્યો તે બદલ તેમનો આભાર પણ માન્યો છે.


રીપોટ. રાહુલ પરમાર ચમારડી

મો. 9409042280

અમરેલી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..